• બુધવાર, 13 મે, 2026

avshan nodh

સાવરકુંડલા: અંજનાબેન જાની (ઉ.60) તે રામશંકરભાઈ બાબુલાલ જાનીના પત્ની, જયંતીભાઈ અને સ્વ.રાજેશકુમારના ભાભી, વિજયભાઈ રામશંકરભાઈ (ગોલ્ડન દાદા) ના માતાનું તા.6/પ ના અવસાન થયુ છે. બેસણુ તા.8 નાં સવારે 8 થી 6 નેસડીરોડ ગોકુલનગર, ‘િશહોરી કૃપા’ બાપાસીતારામની મઢુલીની સામે, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: કમળાબેન વાલજીભાઈ લાડવા (ઉ.9ર) તે કાંતિભાઈ અને ભગવાનભાઈ અને ભરતભાઈના માતાનું તા.4/પ ના અવસાન થયુ છે. બેસણુ તા.8 ના સાંજે 4 થી 6 ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિવાડી, પારેખવાડી કોર્નર સાવરકુંડલા છે.

વિસાવદર: ભરતભાઈ તથા ભાવેશભાઈ રીબડીયાના પિતા મણીભાઈ બેચરભાઈ રીબડીયા (ઉ.9ર) નું તા.6 ના અવસાન થયુ છે. બેસણુ તા.8 નાં સાંજે 4 થી 6 ગંજીવાડા, મુ.

વિસાવદર છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ વર્ષાબેન પ્રમોદભાઈ રાવલ (ઉં.75) જે ભાવિનભાઈ, અલ્પેશભાઈ, હિરેનભાઈના માતા, હેમાનીબેન, જીગીશાબેન, હેતલબેનના સાસુનું તા.6 ના અવસાન થયુ છે. બેસણુ તા.9 નાં સાંજે 4.30 થી 6 ભક્તિ આશ્રમ, કાલાવડ રોડ,

રાજકોટ છે.

રાજકોટ: સ્વ.લીલાબેન બાબુભાઈ સગપરીયા (પટેલ) (ઉ.80) તે ભરતભાઈ, હિતેશભાઈ, કિરીટભાઈ તથા મનીષભાઈના માતાનું તા.7 ના અવસાન થયુ છે. બેસણુ તા.9/પ ના “ખોડીયાર કૃપા’’, પ-રઘુનંદન સોસાયટી, પોપટપરા રાજકોટ છે.

રાજકોટ: ધીરૂભાઈ હરિદાસ અમલાણી (ઘીવાળા) (ઉ.81) (બેંક ઓફ બરોડા) મૂળ પોરબંદર હાલ રાજકોટ તે હરિદાસ અમલાણીના પુત્ર, સુમિત્રાબેનના પતિ, પ્રિયેશ, માલાના પિતા, સ્વ.ચંદુલાલ મનજીભાઈ સવજાણીના જમાઈનું તા.7 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.9 નાં સાંજે પ થી 6 રાષ્ટ્રિય શાળા, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

ધારી: દશા મોઢ માંડલીયા સ્વ.રસીકભાઈ ગાંધીના પત્ની મંદાબેન (ઉ.8પ) તે સ્વ.હર્ષદભાઈ, વિરેન્દ્રભાઈ, રાજેશભાઈ તથા વિપુલભાઈ ગાંધીના માતા, ડો. બાબુલાલ ગાંધીના ભાભી, અંકુરભાઈના ભાભુ, ધૃવિલ, જેનિસ, કરણ તથા ધૃવના દાદીનું તા.7 ના અવસાન થયુ છે. બેસણુ તા.8 નાં સાંજે 4 થી 6, બ્રહ્મ સમાજવાડી, સ્ટેશન રોડ,

ધારી છે.

રાજકોટ: ગૌતમભાઈ આડેસરા (હડમતીયાવાળા) (ઉ.73) તે ત્રિભોવનદાસ ગોપાલજી આડેસરાના પુત્ર, હર્ષદભાઈ, મથુરેશભાઈ તથા દિવ્યાબેન ભાવેશભાઈ પાટડિયા, યામિની મિતેષભાઈ રાણપુરાના પિતા, કીર્તન, જય અને ઈશાનના દાદા, સ્વ.ચમનલાલ તુલસીદાસ પાટડિયા (બગથળાવાળા)ના જમાઈનું અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા.8 ના સાંજે પ થી 6 પંચનાથ મંદિરે (પંચનાથ પ્લોટ) રાજકોટ છે.

વિસાવદર: ફખરુદીનભાઈ અબ્દુલહુસૈનભાઈ ગાંધી (નિવૃત્ત એસ.ટી. કંડકટર) તે સકીનાબેનના પતિ, હુસૈનભાઈ, મુફદલભાઈ, બતુલબેન (કાલાવડ) તથા તસમીનબેન (બગસરા)ના બાવાજી, તસનીમબેન હુસૈનભાઈ ગાંધીના સસરાનું તા.7 ના અવસાન થયુ છે. ઝીયારતના સિપારા તા.9 નાં સવારે 11.30 વાગે ઈઝઝી મસ્જિદ વિસાવદર છે.

જામનગર: ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ (મૂળ કુવાડવાવાળા) હાલ જામનગર હર્ષદરાય શંકરલાલભાઈ ત્રિવેદી (ઉં.78) તે સ્વ.લીલાવંતીબેનના પતિ, સ્વ.વિનોદભાઈ, સ્વ.બટુકભાઈના નાનાભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ.પ્રવીણભાઈ, માર્કંડભાઈ (મુંબઈ), હિતુભાઈ (વડોદરા)ના ભાઈ, સ્વ.ગૌરીશંકર મૈયાશંકર ત્રિવેદી (પડવલા)ના જમાઈ, ચેતનભાઈ, નયનભાઈના પિતા, નિરાલીબેન, દેબાશ્રીબેન (ડોલી)ના સસરા તથા ગૌરવ અને નિવના દાદાનું તા.6 ના અવસાન થયુ છે. ઉઠમણુ, શ્વસુર પક્ષનું બેસણુ તા.8 ના સાંજે પ.00 થી પ.30 કલાકે પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

જામનગર: સ્વ.લીલાબેન મનસુખલાલ કુંડલીયાના પુત્ર સુરેશભાઈ (ઉ.77) તે સ્વ.મૃદુલાબેનના પતિ, ઉન્મેષભાઈ, દીનાબેન મધુભાઈ પટેલ, સ્વ.પન્નાબેન ભરતભાઈ દોશીના ભાઈ, ભાવિન, સ્વ.સપનાના પિતા, કીર્તિબેન કુંડલીયા, તેજસભાઈ ભણસાલીના સસરા, આરાધ્યના દાદા, ટીસાના નાના, સ્વ.શામળશાભાઈ દેવચંદભાઈ દોશીના જમાઈનું તા.6 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.8 ના સવારે 10 કલાકે મોટા ઉપાશ્રય, લાલબાગ સામે, ચાંદી બજાર તેમજ પ્રાર્થનાસભા 11 કલાકે વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિની વાડી, નાગનાથ ગેઈટ, ગ્રેઈન માર્કેટ, જામનગર છે.

જૂનાગઢ: સવિતાબેન (ઉ.61) તે સ્વ.ગીરીશભાઈ જટાશંકર વ્યાસના પત્ની, ધર્મેશભાઈ, આકાશભાઈ, શુભમભાઈના માતાનું તા.7 રોજ અવસાન થયુ છે. બેસણુ તા.11 ના સાંજે પ થી 6 સોમનાથ મહાદેવ પલાસવા, જૂનાગઢ છે.

કુતિયાણા: ચંદ્રકાંતભાઈ નરોત્તમદાસ રાયચુરા (ઉ.79) (દાનાભાઈ થાબડીવાળા) તે જેન્તીભાઈ તથા વૃજલાલના મોટાભાઈ, દિવ્યેશ, ભાવેશ, પ્રજેશના પિતાનું તા.7 ના અવસાન થયુ છે. તા.8 ને શુક્રવારે સાંજે 4 થી પ લોહાણા મહાજનવાડી, કુતિયાણા છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ વર્ષાબેન પ્રમોદભાઈ રાવલ (ઉં.75) જે ભાવિનભાઈ, અલ્પેશભાઈ, હિરેનભાઈના માતા, હેમાનીબેન, જીગીશાબેન, હેતલબેનના સાસુનું તા.6 ના અવસાન થયું છે. બેસણુ તા.9 ના સાંજે 4.30 થી 6 દરમિયાન ભક્તિ આશ્રમ, કાલાવડ રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક