વિરપુર
(જલારામ): ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ કલ્પેશભાઈ વ્યાસ (ઉ.4પ) તે ગિરિશભાઈ વ્યાસ (જેતપુર)ના
પુત્ર તે સ્વ.કાંતીભાઈ (જેતપુર), પ્રવિણઅદા (વિરપુર), મુકુંદભાઈ (જેતપુર), હસુઅદા (વિરપુર)નાં
ભત્રીજા તે નિલેશભાઈ શાત્રી (જેતપુર), મહેશભાઈ, રાજુભાઈ તથા હર્ષવર્ધનના ંભાઈનું તા.8
ના અવસાન થયુ છે. બેસણુ તા.11 નાં સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન જલારામ નગર, વિરપુર
(જલારામ) ખાતે છે.
રાજકોટ:
દશા સોરઠીયા વણિક તે લલીતભાઈ રઘાણીના પુત્ર અમિતભાઈ તે દર્શનાબેનના પતિ, બીનાબેન વિરેશભાઈ
વાઢેરના ભાઈ, મનીષભાઈ ગગલાણી અને દીપ્તિબેન અજયભાઈ માધાણીના બનેવીનું તા.8 ના અવસાન
થયુ છે. સવારે 10 થી 11 પ્રેશિયસ એપાર્ટમેન્ટ સી, પુજારા પ્લોટની સામે, લક્ષ્મીવાડી
મેઈન રોડ, રાજકોટ ખાતે છે. લૌકિક ક્રિયા બંધ છે.
જેતપુર:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સમાજ, જેતપુરના વરિષ્ઠ સભ્ય તથા નિવૃત એલ.આઈ.સી. ઓફિસર
કિશોરચંદ્ર જયંતીલાલ જોષી (ઉ.93) તે મનીષ જોષી (ગર્લ્સ સ્કૂલ, જેતપુર), આરતીબેન મહેશકુમાર
જોષી (ગાંધીનગર)ના પિતા, ઓનમ તથા ઋષિકેશના દાદા, પ્રમોદભાઈ, મુગટભાઈ (રાજકોટ)ના નાનાભાઈનું
તા.8 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.9 નાં સાંજે પ થી 6.30 કડવા પાટીદાર સમાજ, પટેલ
નગર, ધોરાજી રોડ, ચંદન આઈક્રીમ સામે, જેતપુર છે.
રાજકોટ:
પડધરી નિવાસી સ્વ.નવનીતરાય વલ્લભદાસ આહ્યાના પત્ની ભાવનાબેન (ભારતીબેન) તે મયુરીબેન
ભાવેશકુમાર મીરાણી (ખાદ્ય તેલના દલાલ)ના માતા, નરેન્દ્રભાઈ, વિરેન્દ્રભાઈ, અશ્વિનભાઈના
ભાભી, સ્વ.વ્રજલાલ કાલિદાસ સોનછત્રાના પુત્રી, હરેશભાઈ (આરએમસી), શૈલેષભાઈ (પીજીવીસીએલ),
સ્વ.અતુલભાઈના મોટા બહેનનું તા.7 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.9 નાં સાંજે પ.30 કલાકે
જાગનાથ મહાદેવ મંદિર, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ મુકામે, પિયર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હર્ષદભાઈ ત્રંબકલાલ પંડયા (ઉ.7પ) તે રોહનભાઈ, મોનાલીબેનના
પિતાનું તા.8 ના અવસાન થયુ છે. બેસણુ તા.11 નાં સાંજે પ થી 6 રામ મંદિર, રામનગર મેઈન
રોડ, ગોંડલ રોડ, રાજકોટ છે.
મુંબઈ:
મૂળ મોરબી નિવાસી હાલ ઘાટકોપર મુંબઈ વિજયાગૌરી (ઉ.93) તે મનહરલાલ દફતરીના પત્ની, હરેશ-નિલેશના
માતા, મીતા-નેહાના સાસુ, પુષ્પા નટવરલાલ દેસાઈ, મંજુલા શાંતિલાલ દેસાઈ, ભરતભાઈ, જીતેન્દ્રભાઈ,
હસમુખભાઈ, ઘેણાણીનાં મોટાબહેનનું તા.7 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક ક્રિયા
બંધ છે.
બાબર
(બરવાળા): શિહોર નિવાસી હાલ બરવાળા (ઘેલાશા) હંસાબેન ગુણવંતભાઈ ગઢાદરા (ઉ.61) તે કરમશીભાઈના
નાનાભાઈના પત્ની, રામજીભાઈના ભાભી, નરેશભાઈ, જીજ્ઞેશભાઈ, શોભાબેન દિનેશકુમાર ચુડાસમા
તથા દેવુબેન મુકેશકુમાર ગોહિલના માતા, શિહોર નિવાસી સ્વ.ભીખાભાઈ લક્ષ્મણભાઈ જાદવના
દીકરી યોગેશભાઈ, રાજેશભાઈ, દિનેશભાઈના બહેનનું તા.6 ના અવસાન થયુ છે. બેસણુ તા.7 થી
તા.9 સુધી બરવાળા મુકામે છે. પિયર પક્ષનું બેસણુ તા.9 ને શનિવારે શિહોર મુકામે ભુતાની
વાડી ખાતે બપોરે ર થી સાંજે 6 સુધી છે.
લોધીકા:
જીજ્ઞેશ નરોતમભાઈ નિમાવત (ઉં.37) તે નરોતમભાઈના પુત્ર, ગુણવંતભાઈ, રમણીકભાઈ, મુકેશભાઈના
ભત્રીજા, વિશાલભાઈના મોટાભાઈનું તા.7 ના અવસાન થયુ છે.
રાજકોટ:
કવિતાબેન યોગેશભાઈ ધામેચા (ઉ.63) તે મૂળ કડેગીવાળા હાલ રાજકોટ સ્વ.લીલાધર નરશીદાસ ધામેચાના
પુત્રવધુ તે યોગેશભાઈના પત્નીનું તા.8ના અવસાન થયુ છે. બેસણુ તા.9/પ નાં સાંજે પ.30
થી 6.30 “પ્રગટેશ્વર મહાદેવ મંદિર’’ સ્પીડવેલ પાર્ટી પ્લોટ, લાખાણી સરોવર પુલ પાસે,
શ્રી ઠાકોરજી હવેલીની સામે, રાજકોટ છે.
બાટવા
દેવળી: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ રમેશચંદ્ર મુળશંકર ધગત (ઉ.87) તે સ્વ.રશ્મિકાંતભાઈ,
સ્વ.યોગેશભાઈ, દિવ્યાબેન નીતિનકુમાર ખંભોળીયા (રાજકોટ), ભાવિશાબેન બીપીનકુમાર દવે (ઓસ્ટ્રેલિયા)ના
પિતા, કશ્યપભાઈ, ઋષિભાઈ (રાજકોટ), પવનભાઈ આનંદીબેન અભીકુમાર મહેતા (ગોંડલ)ના દાદાનું
તા.7 ના અવસાન થયુ છે. બેસણુ તા.9 નાં શનિવારે સવારથી આખો દિવસ સ્વામીનારાયણ મંદિર
પાસે, બાટવા દેવળી, તા.વડીયા, જી.અમરેલી છે. મો.નં.95129 27881, 74055 53283.
રાજકોટ:
દશા શ્રીમાળી સ્થા.જૈન રાજકોટ નિવાસી હાલ મુંબઈ સુભાષભાઈ સૌભાગ્યચંદભાઈ મોદીના પત્ની
પ્રતિભાબેન (ઉ.79) તે કાર્તિક, શીતલના માતા, જયેશભાઈ, શિવાનીના સાસુ, હૃદય, પ્રીશાનાં
દાદી, સ્વ.અમુલખભાઈ, સ્વ.શાંતિભાઈ, સ્વ.હસમુખભાઈ, સ્વ.પ્રકાશભાઈ, સ્વ.મંજુલાબેન દૌલતભાઈ
મોદી, વર્ષા કિરીટભાઈ મહેતાનાં ભાભી, ધોરાજી નિવાસી સ્વ.ધીરજલાલ વચ્છરાજ હેમાણી, સરયૂ
ધીરજલાલ હેમાણી (હાલ: શાંતાક્રુઝ), સ્વ.પ્રફુલભાઈ, સ્વ.દિલીપભાઈ, ઈલા, દિપક, નીતિનનાં
બેનનું તા.6 ના અવસાન થયુ છે. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.