• મંગળવાર, 12 મે, 2026

ભારત આવશે ઈરાનના વિદેશમંત્રી

નવી દિલ્હી, તા. 11 : પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી આ સપ્તાહે નવી દિલ્હીમાં બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવશે. ઈરાની વિદેશમંત્રીની મુલાકાત અમેરિકા અને ઈરાન દરમિયાન વધતા જતા સંઘર્ષ વચ્ચે થઈ રહી છે. આ બેઠક સપ્ટેમ્બરમાં યોજાનારી 18મી બ્રિક્સ સમિટ માટે પાયો નાખશે, જેમાં વિશ્વની મુખ્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્ર થશે.

એક મીડિયા હેવાલ મુજબ, ઈરાની વિદેશમંત્રીએ આંતરરાષ્ટ્રીય સ્થિરતા જાળવવા માટે બ્રિક્સ દેશો વચ્ચે વધુ સંકલન અને સહયોગની હાકલ કરી હતી. તેમણે વારંવાર પુનરોચ્ચાર કર્યો હતો કે, ઈરાન તેના આત્મરક્ષાના કાયદેસર અધિકારનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે.

દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ઈરાન વૈશ્વિક મંચ પર તેની સ્થિતિ સ્પષ્ટ કરવા અને સભ્ય દેશો પાસેથી સહયોગની અપેક્ષા રાખવા માટે બ્રિક્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક