• મંગળવાર, 12 મે, 2026

ICC વાર્ષિક વન ડે ક્રમાંકમાં ભારતીય ટીમ ટોચ પર યથાવત્

વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને : ઈંગ્લેન્ડ છેક આઠમા ક્રમાંકે

દુબઇ, તા.11: આઇસીસી વન ડે ટીમ ક્રમાંકમાં વાર્ષિક અપડેટ થયા છે. જેમાં ટીમ ઇન્ડિયા ટોચ પર યથાવત છે. જયારે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે. આઇસીસીએ આજે જાહેર કરેલ વન ડે ટીમ ક્રમાંકમાં ભારતીય ટીમ 118 રેટિંગ પોઇન્ટ સાથે ટોચ પર છે. બીજા સ્થાન પરની ન્યુઝીલેન્ડ ટીમ ભારતથી પ પોઇન્ટ પાછળ છે જ્યારે ઓસ્ટ્રેલિયા 109 અંક સાથે ત્રણ નંબર પર છે. વાર્ષિક અપડેટમાં ભારતીય ટીમને 1 અંકનું નુકસાન થયું છે.

દ. આફ્રિકા ફાયદા સાથે 102 રેટિંગ પોઇન્ટ સાથે ચોથા સ્થાને આવી ગયું છે. આ સામે પાકિસ્તાની ટીમને નુકસાન થયું છે. તે 98 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. શ્રીલંકા (96), અફઘાનિસ્તાન (93) અને ઇંગ્લેન્ડ (89) 6, 7 અને 8 નંબર પર છે. નવમા ક્રમની વેસ્ટ ઈન્ડિઝ ટીમના 74 અંક છે. તેનાથી પાછળ બાંગલાદેશ (64) છે. આ બન્ને ટીમે વન ડે વર્લ્ડ કપ-2027માં સીધા પ્રવશે માટે ટોચની 8 ટીમમાં સામેલ થવું પડશે. આયરલેન્ડ (પ4)એ ઝિમ્બાબ્વે (પ3)ને પાછળ રાખી દીધું છે.

ઇ-પેપરના નવા શુલ્ક