• ગુરુવાર, 23 જુલાઈ, 2026

avshan nodh

રાજકોટઃ સોરઠીયા બ્રહ્મ ક્ષત્રિય - જેતપુર નિવાસી હાલ રાજકોટ સ્વ.મોતીલાલ મોહનલાલ પડીયાના પત્ની મંજુલાબેન (ઉં.77) તે સ્વ.ભારતી મોતીલાલ પડીયા, સરોજબેન ભરતકુમાર વાઢેર, મીતાબેન ભાવેશભાઈ મેર, હિમાંશુ મોતીલાલ પડીયા, ઉર્વશીબેન પિયુષકુમાર છાંટબારના માતા, સ્વ.ગંગારામ ગોપાલજી જોગી (જેતપુર)ના પુત્રી, કીર્તિકુમાર ગંગારામ જોગી, જસુમતીબેન લલિતકુમાર મણિયારના મોટા બહેનનું તા.15ના અવસાન થયું છે.

ઉપલેટાઃ હિરેન કાંતિલાલ સવજીયાણી (ઉં.52) તે કાંતિલાલ પ્રભુદાસ સવજીયાણી (સર્વોદય પ્રેસ જામજોધપુર)ના પુત્ર, ખ્યાતિબેનના પતિ, હિતના પિતા, કિરીટભાઈ સવજીયાણી, દક્ષાબેન મજીઠીયાના નાનાભાઈ, સ્વ.મનહરલાલ અમૃતલાલ રાજાના જમાઈરવિભાઈ મનહરલાલ રાજાના બનેવી, સ્વ.રસિકભાઈ (વેરાવળ), રમેશભાઈ (વાપી), લલિતભાઈ (જામજોધપુર), ડો.મહેન્દ્રભાઈ (ઉપલેટા), સનતભાઈ (વાપી), કેતનભાઈ (મોઝામ્બિક-રાજકોટ)ના ભત્રીજા, યશભાઈ (રાજકોટ)ના કાકાનું તા.19ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના સાંજે 4 થી 6, લોઢિયા વાડી, ટોલીયા રોડ, ઉપલેટા રાખેલ છે. મો.નં.98980 15621, 94269 94521

મોરબીઃ દોશી કિરીટભાઈ હાકેમચંદ (ઉં.62) તે પૂર્વીબેનના પતિ, ગુણવંતભાઇ, હસમુખભાઇ, લલીતભાઇ, કમલાબેન, મંજુલાબેન, ઇલાબેનના ભાઇ, દીપ, યશના પિતા, વૈરાગીબેનના સસરાનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ના સવારે 10-30 કલાકે પ્રાર્થનાસભા 11 કલાકે દશીશ્રીમાળી જ્ઞાતિની વાડી, જૂની બેન્ક ઓફ બરોડા સામે, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી છે.

રાજકોટઃ મુમતાઝબેન જાફરભાઇ ચારણિયા (ઉં.65) તે દિલીપભાઇ, અનિલભાઇનાં બહેન, રોહનભાઇ, અમિતભાઇનાં ફૈઇબાનું તા.18ના અવસાન થયું છે.

વીરપુર (જેતપુર) ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ અરવિંદભાઈ મૂળશંકરભાઈ દવે (ઉં.82) હાલ રાજકોટ તે સ્વ. નયનાબેનના પતિ, ફાલ્ગુનીબેનના પિતા, ચિરાગભાઇ જોશીના સસરા, શ્રેયના નાના, સ્વ. અનુભાઇના નાનાભાઇ, ડો. કિશોરભાઇ, મુકુંદભાઇ, અનિલભાઇ (મહાદેવ), જયેશભાઇના મોટાભાઇનું તા.16ના અવસાન થયું છે. બેસણુઃ તા.20ના સાંજે 4-30થી 6-30 માનકેશ્વર મહાદેવ મંદિર, વીરપુર (જલારામ) છે.

જોડિયાઃ નિરૂબેન નટવરલાલ ત્રિવેદી તે સ્વ. પ્રતાપરાય રેવાશંકર વ્યાસનાં દીકરી, હસુભાઇ, સ્વ. કૌશિકભાઇ તથા રાજુભાઇનાં બહેન, ગીતાબેન ધીરજલાલ જોષીનાં માતા, મેહુલ, હેમાલી, પૂજાનાં નાની, તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ના સાંજે 4થી 5 જડેશ્વર મહાદેવ મંદિર, ગીતા મંદિર પાસે, જોડિયા છે.

રાજકોટઃ જશવંતીબેન ગજ્જર (સંચાણિયા) (ઉં.82) તે અનિલકુમાર દેવજીભાઇ ગજ્જરનાં પત્ની, સ્વ. દેવરાજભાઇ ભારદીયાનાં પુત્રી, શિરીષ અને જિજ્ઞાસા હિતેશ વડગામાનાં માતાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20નાં સાંજે 5થી 6 એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનિટી હોલ, 2/એસ્ટ્રોન સોસાયટી, પટેલ કન્યા છાત્રાલયની બાજુમાં વિદ્યુતનગર મેઇન રોડ, રાજકોટ છે.

રાજકોટઃ આઇઓસીવાળા દિનેશભાઇ ચાવડા (ઉં.73) તે વિશાલભાઇના પિતા, પ્રવીણભાઇ ચાવડા (બીએસએનએલ), ભરતભાઇ (આરએનએસબી), કિશનભાઇ (પીજીવીસીએલ), ઉષાબેન ત્રિકમજીભાઈ સોલંકી (યુએસએ)ના ભાઇનું અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4-30થી 6-30 સાંજે સિદ્ધનાથ મહાદેવનું મંદિર, પંચાયતનગર યુનિવર્સિટી રોડ, રાજકોટ છે. મો.નં. 98202 68526.

પોરબંદરઃ મૂળ મોરબી હાલ પોરબંદરના એડવોકેટ વિજયકુમાર પંડયા (ઉં.69) તે સ્વ. કનૈયાલાલ ગોવિંદરામ પંડયાના પુત્ર, સ્વ. તરૂલતાબેનના પતિ, એડવોકેટ ઋષિભાઇ પંડયાના  પિતા, રેખાબેનના સસરા, કશ્યપ, કેવિન ના દાદા, સ્વ. વિનોદ રાય, સ્વ. નવનીત લાલ, સ્વ. હંસાબેન, રૂદ્રાબેન, વીણાબેન તથા ત્રિગુણાબેનના ભાઇ, સજન પરવાળા, સ્વ. ભાઇલાલભાઇ જટાશંકરભાઇ જોશીના જમાઇ, મહેશભાઇ, અમરીશભાઇના બનેવીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 5થી 5-30 પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોનું સંયુક્ત છે.

રાજકોટઃ બિમલભાઇ નવીનચંદ્ર શાહ (બંધન બેંક) (ઉં.59) તે  સ્વ. નવીનચંદ્ર અમરચંદ શાહના પુત્ર, સ્વ. જસવંતરાય દલપતરામ રવાણીના જમાઇ, ડિમ્પલબેનના પતિ, મિહિર, રૂદ્રના પિતા, નીલાબેન બિમલકુમાર મહેતા, રાજુભાઇ (.જી. ઓફિસ) અને ભાવનાબેન અલેકશભાઇ ગોડાના ભાઇ, નીરજ, કરનના કાકાનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણુઃ તા.20નાં સવારે 10 વાગ્યે બાદ 10-30 વાગ્યે પ્રાર્થના સભા વિતરાગ નેમિનાથ ઉપાશ્રય, ગાંધીગ્રામ રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક