• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

avsan nondh

ચક્ષુદાન

ધારીના ફૂલછાબના ન્યૂઝ પેપર એજન્ટ નુરદ્દીનભાઈના માતુશ્રીનું અવસાન

ધારી: ધારીના પત્રકાર તથા ખોજા સમાજના આગેવાન રજબભાઈ વલીભાઈ ચાવડા (અમીન ન્યૂઝ એજન્સી)ના પત્ની મલેકબેન (ઉં.75) તે રફીકભાઈ, નિજારભાઈ (પત્રકાર), નુરદ્દીનભાઈ (પત્રકાર)ના માતુશ્રીનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.5ને સોમવારે સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાને, યોગીનગર, મહિલા હોસ્ટેલની બાજુમાં, નવી વસાહત ખાતે રાખેલ છે.

રાજકોટ: વનીતાબેન શશિકાંત દોશીનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 337મું ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ : શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જામ દુધઈ નિવાસી હાલ રાજકોટ લક્ષ્મીબેન ગોપાલભાઈ ચૌહાણ (ઉં.85)નું તે છગનભાઈ (મુલુન્ડ), જે.જી.ચૌહાણ (એડવોકેટ અને નોટરી), મનસુખભાઈ, દયાબેન કરમશીભાઈ રાઘવાણીના માતુશ્રીનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 5થી 7 રાધાકૃષ્ણ સોસાયટી બાબરીયા કોલોની શેરી નં.4ની સામે, ‘રામાનંદી વાડી’ ની સામેની શેરી, પીપળિયા હોલ મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટ: રજનીભાઈ વાડીલાલ મણિયાર (એસબીઆઇ રિટાયર્ડ ઓફિસર)(ઉં.75) તે નયનાબેનના પતિ, તે ભાવનાબેન, યજ્ઞાબેનના પિતાશ્રી, તે કમલેશભાઈ, મેહુલભાઈના સસરાનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 5થી 6, મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5-રજપૂતપરા, રાજકોટ છે.

રતનપુર (તા.ઉમરાળા): ચંદ્રિકાબા અશોકસિંહ ગોહિલ (ઉં.52) તે અશોકસિંહ જનકસિંહ ગોહિલનાં પત્ની, તે જગદીશસિંહ જનકસિંહ, ભગીરથસિંહ જનકસિંહ, જયદેવસિંહ નવલસિંહ, રણજીતસિંહ નવલસિંહનાં ભાભી, તે મેઘરાજસિંહ, વિશ્વરાજસિંહનાં માતુશ્રી, તે છત્રપાલસિંહ, રૂદ્રરાજસિંહ, આદિત્યસિંહ, ધર્મરાજસિંહનાં ભાભુમા, તે દક્ષરાજસિંહનાં દાદીમાનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.8ના રતનપુર મુકામે છે.

માંગરોળ: લોહાણા કંચનબેન પુરુષોત્તમભાઈ વિઠ્ઠલાણી (ઉં.94) તે ચંદ્રકાંતભાઈ (ંચંદુભાઈ)નાં માતુશ્રી, તે મનોજભાઈ (પૂર્વ ઉપપ્રમુખ, માંગરોળ નગરપાલિકા) અને મૌલિકભાઈનાં દાદીમાનું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.5ના સાંજે 5થી 6, લોહાણા મહાજન વાડી, જેલ રોડ, માંગરોળ છે.

ધોરાજી: બ્રહ્મક્ષત્રિય વિનયચંદ્ર નરભેરામ બોસમિયા (ઉં.73) તે રાજેશભાઈ, અજીતકુમાર, રાકેશકુમારના પિતાશ્રી, તે કેલ્વિન અજીતકુમાર બોસમિયા, તે પ્રીત રાકેશકુમાર બોસમિયાના દાદાનું તા.4ના ધોરાજી મુકામે અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, જૂનાગઢ રોડ, ધોરાજી છે.

રાજકોટ: વેલજીભાઈ લાલજીભાઈ ટાંક (બાબભાઈ શટ્ટરવાળા) તે મોહિતના પિતાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી 6, નિવાસ સ્થાને- 3/4 શિવમ એપાર્ટમેન્ટ, સત્યમ પાર્ક, 80 ફૂટ રોડ, રાજકોટ છે.

રાજકોટ: ગીતાબેન હીરાભાઈ ટંકારિયા તે શૈલેષભાઈ ટંકારિયાનાં બહેનનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 5થી 6, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર, સદ્ભાવના હોસ્પિટલ પાછળ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: હસમુખલાલ નારણદાસ કારીયા (ઉં.79) તે સ્વ.પ્રાણજીવનદાસ નારણદાસ કારીઆના નાનાભાઈ, તે તુષાર, રશ્મિબેન બિમલકુમાર ચંડીભમર, ડિમ્પલબેન દિવ્યેશકુમાર સોમૈયા, ભાવિનીબેન હિતેષકુમાર સામાણીના પિતાશ્રી, બીનાબેનના સસરા, તે ખુશીના દાદા, તે સ્વ.ઓધવજીભાઈ આહ્યા (મુંબઈવાળા)ના જમાઈનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4-30થી 6, નિલકંઠ હોલ, સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ પિયર પક્ષની સાદડી સાથે છે.

ભાટિયા: મૂળ કુતિયાણા વાળા, હાલ રાજકોટ પ્રવિણભાઇ ગંડેચાના પત્ની, જયશ્રીબેન (ઉં.62)તે છગનલાલ જીવનદાસ રૂપારેલીયાના પુત્રી, સંગીતાબેન, હીનાબેન, ભાવિનભાઇના માતુશ્રી, કિશનભાઇ ખેરાજભાઇ રૂપારેલીયા (જામખંભાળિયા)ના બહેન, મયુર વિજયભાઇ અમલાણીના સાસુનું તા.4ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.5ના બપોરે 4થી 5 ગંગેશ્વર મહાદેવ મંદિર, એસ.કે. ચોક, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે ભાઇઓ- બહેનો માટે રાખેલ છે.

જૂનાગઢ: નરોત્તમદાસ પોપટ (ઉં.89) તે સ્વ. જમનાદાસ કાનજીભાઇ પોપટ (લુશાળા)ના પુત્ર, પુષ્પાબેનના પતિ, ચંદુભાઇ અને શૈલેષભાઇના પિતા, સ્વ. મથુરદાસ જાદવજીભાઇ સોઢા (નવાગામ)ના જમાઇનું તા.3ના અવસાન થયું છે. બેસણું, પિયરપક્ષની સાદડી તા.5ના સાંજે 4થી 6 જાગનાથ મહાદેવ મંદિર, જલારામ સોસાયટી, જૂનાગઢ છે.

ઇ-પેપરના નવા શુલ્ક