• શનિવાર, 20 એપ્રિલ, 2024

અવસાન નોંધ

રાજકોટ : મહેશકુમાર સીમેજિયા જેતપુર (મેવાસાવાળા) (ઉં.63) તે સ્વ.રતિલાલ પ્રાગજીભાઈ સીમેજિયાના પુત્ર, તથા સ્વ.વિનોદરાયના નાનાભાઈ, સ્વ.ધીરજબેન નટવરલાલ રાજપરાના ભાઈ, જીતેન્દ્ર, નીલેશ, નૂતનના પિતાશ્રીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.8નાં બપોરે 4થી 6 વાઘેશ્વરી મંદિર ભદ્રેશ્વર મંદિર પાસે જેતપુર છે.

રાજકોટ : દશા સોરઠિયા વણિક અમરેલી નિવાસી હાલ સુરત સ્વ.નાનાલાલ ભુરાભાઈ ધોળકિયાના પુત્ર સૂર્યકાંતભાઈ (ઉં.78) તે સ્વ.વસંતભાઈ, સ્વ.વિનોદરાય, ગુણવંતભાઈ, સ્વ.રમેશભાઈ, સ્વ.નબુબેન ગાદિયા, સ્વ.તારાબેન ચુડાસમા, સ્વ.ગુણીબેન ગાદિયા, કાંતાબેન શેઠ, જયોત્સનાબેન શેઠના ભાઈ, તે નિલેશ, ધર્મેશ, તથા છાયા રાજેશખુમાર સાંગાણી, મિતા ભાવેશ કુમાર ગોરસિયાના પિતાશ્રી ઓમના દાદા, લલુભાઈ મુંજયાસરા (ગુંદરણા)ના જમાઈ, જયોત્સનાબેનના સસરાનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સાદડી તા.8ના સાંજે 5થી 6 માલવિયા વાડી રાજકોટ છે.

રાજકોટ : કુસુમબેન નાગર તે સુરેશભાઈ બચુભાઈ નાગરના પત્ની, કવિતા ઘનશ્યામભાઈ પઢિયાર, કોમલ, દિવ્યેશ નાગરાન માતુશ્રી, સ્વ.નટુભાઈ, દિનેશભાઈ, પંકજભાઈ, જીતેન્દ્રભાઈ નાગર તથા પુષ્પાબેન રમેશભાઈ ચૌહાણના ભાભી, ખરેડીવાળા, સ્વ.બચુભાઈ દેવરાજભાઈ પરમારની પુત્રી, શામજીભાઈ, ભીખાભાઈ, હરજીવનભાઈ (મુદાભાઈ) ની બહેનનુંતા.7ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 5થી 7 રાજરામેશ્વર મહાદેવ મંદિર, રાજલક્ષ્મી સોસાયટી શેરી નં.17, હુડકો કવાર્ટર પાછળ, કોઠારિયા મેઈન રોડ, રાજકોટ છે.

માણાવદર : વિજયભાઈ મંગાભાઈ પંચોલી (ઉં.43) તે સ્વ.જયેશભાઈ, મહેશભાઈના ભાભી, હિમેશ તથા રીતલુના પિતાશ્રીનું તા.6ના અવસાન

થયું છે.

બોટાદ : કમળાબેન સરવૈયા તે જસવંતભાઈ ઝવેરભાઈ સરવૈયાના પત્ની, જયેશભાઈ, શૈલેષભાઈ (લાલો), હતેલબેન, શીતલબેનના માતુશ્રીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 5થી 6.30 તેમના નિવાસ સ્થાને છે.

અમરેલી : કુંકાવાવ નિવ્સી હાલ અમરેલી લલિતાબેન હિંમતલાલ સુરૈયા (રાવ) (ચક્ષુદાતા) (ઉં.87) તે હર્ષદભાઈ, ભરતભાઈના માતુશ્રી, નાનાલાલ ના ભાભીનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણું તા.8ના સાંજે 4થી 6 દત મંદિર હોલ ચિતલ રોડ અમરેલી છે.

રાજકોટ : હેમંતકુમાર જયંતિલાલ ગણાત્રા (જામજોધફુર)ના પત્ની ગીતાબેન (ઉં.60) તે વિશાલ હેમંતકુમાર ગણાત્રા, અંજના પર્વ ઠકરારના માતુશ્રીનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણું તા.8ના સાંજે 9થી 10, અક્ષત હેલવન, કુડાસણ, ગાંધીનગર ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી રાજકોટ છે.

રાજકોટ : રમણીકલાલ કાળીદાસ મહેતાના પત્ની ઉષાબેન તે ભાવેશભાઈ, દીપકભાઈ, છાયા વાગડિયા, રીના મહેતાના માતુશ્રી, હર્ષદભાઈ, શૈલેષભાઈ, ધીરૂભાઈ મહેતાના ભાભી, મહેશ વાગડિયા, હિતેશ મહેતાના સાસુનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 5થી 6, પ્રણામી પાર્ક શેરી નં.5, એસકેપી સ્કૂલ પાસે, નાનામવા રોડ રાજકોટ છે.

ધોરાજી : પ્રવિણચંદ્ર લીલાધર આહ્યા તે મધુબેનના પતિ, રશ્મિબેન, હીનાબેન, મિતાબેન, અલ્પાબેન, દીપકભાઈના પિતાશ્રી, અમીબેન દીપકભાઈ આહ્યાના સસરા, પ્રિતના દાદા, સ્વ.ત્રિભોવનદાસ જીવરાજભાઈ પુજારા, (ગોંડલ)ના જમાઈનું તા.7ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.8ના 4.30થી 6.30 લોહાણા મહાજનવાડી, જૂનાગઢ રોડ, ધોરાજી પિયરપક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: મોઢ વણીક મૂળ ટંકારાવાળા હાલ રાજકોટ મહેશભાઈ ખીમચંદભાઈ મહેતા (ઉં.82) તે સ્વ.મનહરભાઈ ખીમચંદભાઈ મહેતા (દેના બેન્ક)ના નાનાભાઈ, તે પુષ્પાબેન પારેખ(ખડગપુર)ના ભાઈ, તે ફાલ્ગુની સંદિપ વડોદરિયા, દર્શના પીયૂષભાઈ પારેખ, માધવી હેમસાગર દેસાઈના કાકાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.8ના 5થી 6, રાતીયા હનુમાનનું મંદિર, રૈયા રોડ, સુભાષનગર શેરી નં.6, સાંઈબાબાનાં મંદિર પાસે, રાજકોટ છે.

રાજકોટ: બોપદ-અમદાવાદ નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ રાહી ઓમકાર પાઠક (ઉં.4) તે ઓમકાર યશવંત પાઠકની પુત્રી, તે યશવંત પાઠક (સેવા નિવૃત્ત-એલઆઈસી-અમદાવાદ)ની પૌત્રીનું તા.6ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા.8ને ગુરુવારે સાંજે 4થી 6, તેમનાં નિવાસ સ્થાન, એચ-403, સફલ પરિસર-2, સોબો સેન્ટર પાસે, સાઉથ બોપલ, અમદાવાદ ખાતે રાખેલ છે. મો.નં.9558800509.

રાજકોટ: મ.ક.સ.સુ જ્ઞાતિના પ્રફુલાબેન પ્રવીણભાઈ વાઘેલાનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 5થી 6, સુખનાથ મહાદેવ મંદિર, રામનાથ મંદિર પાસે, રાજકોટ છે. પિયર પક્ષનું બેસણું સાથે છે.

ધોરાજી: પ્રવિણચંદ્ર લીલાધર આહ્યા તે મધુબેનના પતિ, તે રશ્મિબેન, હીનાબેન, મીતાબેન, અલ્પાબેન, દીપકભાઈના પિતાશ્રી, તે અમીબેનના સસરા, તે પ્રિતના દાદા, તે સ્વ.ત્રિભોવનદાસ જીવરાજભાઈ પૂજારા ગોંડલવાળાના જમાઈનું તા.7ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.8ના 4-30થી 6-30, લોહાણા મહાજન વાડી, જૂનાગઢ રોડ, ધોરાજી છે.

રાજકોટ: ચંદ્રેશભાઈ કુંવરજીભાઈ નંદાણી તે દીપના પિતાશ્રી, તે રાજેશભાઈના નાનાભાઈ, તે અરવિંદભાઈ, રાજીવભાઈ રૂપોરિલયાના બનેવીનું તા.7ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, સસરા પક્ષની સાદડી તા.8ના સાંજે 5થી 6, રાષ્ટ્રીય શાળા હોલ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

જૂનાગઢ: સારસ્વત બ્રાહ્મણ જશુમતીબેન નટવરલાલ ખીરા (ઉં.85) તે સ્વ.નટવરલાલ મગનલાલ ખીરાનાં પત્ની, તે જયેશભાઈ એન.ખીરા (વડોદરા, અંકલેશ્વર) તથા રેખાબેન બી.જોષીનાં માતુશ્રી, તે વિરલનાં દાદીમાં, તે રાજકોટવાળા સ્વ.નવલશંકર બેચરદાસ પંડયાની દીકરીનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.8ના સાંજે 5થી 6, સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, જવાહર રોડ, જૂનાગઢ છે.

પોરબંદર: વીણાબેન રમેશભાઈ રૂઘાણી (ઉં.70) તથે સ્વ.પુરુષોત્તમદાસ માધવજી કોટેચાનાં પુત્રી, તે દીપકભાઈ (પ્રેમજી આણંદજીવાળા), સરયુબેન કિશોરભાઈ હિંડોચાનાં બહેનનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સાદડી તા.9ના 4-15થી 4-45, લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે.

ચલાલા: ધારી તાલુકાના ગઢીયાના ક્ષત્રિય સમાજના આગેવાન ધોહાભાઈ બાલાભાઈ વાળા (ઉં.70) તે હનુભાઈ, નિર્મળભાઈના પિતાશ્રી ગોલણભાઈના ભાઈનું તા.4ના અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો ઉપસ્થિત રહી દુ:ખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

વેરાવળ: રમેશભાઈ ધરમશીભાઈ રૂપારેલ (ઉં.59) તે સ્વ.ધરમશીભાઈ પ્રધાનભાઈ રૂપારેલના પુત્ર, તે લલિતભાઈ (સુરત), સ્વ.પ્રવિણભાઈ (પપ્પી શેઠ), મહેન્દ્રભાઈ, જયેશભાઈ, હિતેશભાઈના ભાઈ, જીતુભાઈ (સુરત), રાજુભાઈ (સુરત), પપ્પુભાઈ (સુરત), યોગેશભાઈ, ધવલભાઈ, ભાર્ગવ, જેમિષ, માનવના કાકાનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું તા.8ના સાંજે 4 કલાકે બ્રહ્મકુંડ મંદિરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક