• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

કાવડ રૂટ પર નેમ પ્લેટ : યુપીના આદેશ પર સુપ્રીમની રોક યથાવત્ કેન્દ્રના કાયદા અનુસાર નિર્દેશ: યોગી સરકારે કર્યો બચાવ

નવી દિલ્હી, તા.ર6 : કાવડ રૂટ પર વેપારીઓએ પોતાની દુકાન, ધાબા તથા લારી-ગલ્લાઓ ઉપર નેમ પ્લેટ લગાવવાના યુપી સરકારના આદેશ પર સુપ્રીમ કોર્ટે લગાવેલી રોક યથાવત્ રહેશે. શુક્રવારે આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમે અગાઉ લગાવેલી રોકને જાળવી રાખતાં આગળની સુનાવણી માટે પ ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી અને ત્યાં સુધી વચગાળાની રોકનો આદેશ લાગુ રહેશે. સુનાવણીમાં કોર્ટ સ્પષ્ટ કરી ચૂકી છે કે નેમ પ્લેટ લગાવવા વેપારીઓને મજબૂર કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ સમક્ષ યોગી સરકાર તરફથી રજૂ થયેલા વકીલ મુકુલ રોહતગીએ બચાવ કર્યો કે રાજય સરકારે જે નિર્દેશ જારી કર્યો હતો તે કેન્દ્રના કાયદા એટલે કે ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ ર006 અંતર્ગત જારી કરાયો હતો. જેમાં ઢાબા સહિત દુકાનદારો અને વેપારીઓ માટે પોતાનું નામ ડિસ્પ્લે કરવું જરૂરી બનાવાયું છે, જેથી રાજ્ય સરકારના નિર્દેશ પર રોક લગાવવી કાયદાની જોગવાઈની વિરુદ્ધ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક