• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: હેમલતાબેન યુ. છાયા તે સ્વ. ઉષાકાન્તભાઈ એમ. છાયાનાં પત્ની તે પીયૂષ (નિવૃત્ત એસબીઆઇ), શશીન, શંકર (નિવૃત્ત રેલવે) ખમ્મા દ્વિજય ઝાલાનાં માતુશ્રીનું તા.22ના અવસાન થયું છે. તેઓના ચક્ષુઓનું દાન કરેલ છે. સ્વર્ગસ્થની ઇચ્છાનુસાર લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

ચક્ષુદાન

પોરબંદર: બિરલા કોલોનીમાં રહેતા દિનેશભાઇ અને હરીશભાઇ નારણદાસ ધોકાઇનાં માતુશ્રી, શ્યામ અને રામનાં દાદીમા નિર્મળાબેન નારણદાસ ધોકાઇ (ઉં.74)નું અવસાન થતાં ધોકાઈ પરિવારે, ડો. નીતિન પોપટને નેત્રદાન માટે બોલાવી સ્વ. નિર્મળાબેન નારણદાસ ધોકાઇનાં નેત્રોનું ચક્ષુદાન કર્યું હતું જ્યારે આવી જ જરૂરિયાતવાળા દર્દી અમદાવાદ સિવિલ ખાતે હતા કે જેમના માટે સ્વ. નિર્મળાબેન નારણદાસ ધોકાઈની આંખની કીકી ઉપયોગમાં આવી ગઈ છે.

ચક્ષુદાન

ધોરાજી : જૂનાગઢ સમાજ શ્રેષ્ઠી જયેન્દ્રભાઈ ગોકળદાસ દોશીનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન અવસાન થતાં પરિવારના મોભી પરાગભાઈ ગાંધીએ ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા, સાગર સોલંકીને ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા મોડી રાત્રે ચાલુ વરસાદે સરકારી હોસ્પિટલના અધિકક્ષક ડો. જયેશ વેસેટીયન અને મેડિકલ ટીમના દીપક ભાસ્કર, નીતિન સાગઠિયા વગેરેએ ચક્ષુદાન સ્વીકાર્યું હતું. આ તકે મનોજભાઈ દોશી, સુનિલભાઈ શાહ, દીપિકાબેન દોશી, કનનબેન દોશી, આયુષભાઈ દોશી વગેરે ઉપસ્થિત હતા.

મોરબી: મૂળ જુની પીપળી નિવાસી જેઠાભાઇ અમરાભાઇ પારેધી (ઉ.70)નું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4 થી 6 ઉગમેશ્વર મહાદેવ મંદિર, મુ. જૂની પીપળી, તા. મોરબી છે.

રાજકોટ: સ્વ.ઠા.વ્રજલાલ કાલિદાસ સોનછત્રાનાં પુત્રી દિવ્યાબેન તે હરેશભાઈ (આરએમસી), શૈલેષભાઈ (પીજીવીસીએલ), સ્વ.અતુલભાઈ (સિવિલ એન્જિ.), ભાવનાબેન આહ્યા તથા પન્નાબેનનાં બહેન, તે જય, વિવેક, ભાવિનનાં ફઈબાનું તા.22ના અવસાન થયું છે. ઉઠમણું તા.25ના સાંજે 5-30 કલાકે ભાઈઓ-બહેનોનું જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

ઉના: નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ વાસુદેવ કાંતિલાલ ઓઝા (ઉં.65) તે નયનાબેનના પતિ, તે નિકુંજ, સચિનના પિતાશ્રી, તે સ્વ.ઈશ્વરભાઈ, સ્વ.મનુભાઈ, સ્વ.રસિકભાઈ, સ્વ.રમણભાઈ, ચંદુભાઈ, બાલકૃષ્ણભાઈ, અતુલભાઈના ભાઈનું તા.22ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.25ના સાંજે 4થી 6, ઉનતનગર સોસાયટી, જ્ઞાનમંદિરની બાજુમાં તેમના નિવાસસ્થાને ઉના છે.

દેવપુર (રણુંજા): ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.લાભશંકર લક્ષ્મીશંકર વ્યાસના નાના પુત્ર દશરથભાઈ તે ધર્મિષ્ઠાબેનના પતિ, તે હાર્દિક, સાહિલના પિતાશ્રી, તે સ્વ.પ્રવીણભાઈ, નારાયણભાઈ, ધર્મેન્દ્રભાઈ, કાંતાબેન, પુષ્પાબેન, ક્રિષ્નાબેન, જલ્પાબેનના ભાઈનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના 3થી 5 તેમનાં નિવાસસ્થાન દેવપુર (રણુંજા) છે.

ગોંડલ: દિનેશસિંહ ગોવિંદસિંહ જાડેજા તે ચેતનસિંહ, યોગેન્દ્રસિંહના મોટાભાઈ, તે કર્મરાજસિંહના પિતાશ્રીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.25ના તેમનાં નિવાસસ્થાન, રણછોડનગર મેઇન રોડ, કે.વી.રોડ, ગોંડલ છે.

પોરબંદર: નિર્મળાબેન ધોકાઈ (ઉં.76) તે નારણદાસ લક્ષ્મીદાસ ધોકાઈનાં પત્ની, તે હરીશભાઈ, દિનેશભાઈનાં માતુશ્રી, તે હીનાબેન, કિરણબેનનાં સાસુ, તે શ્યામ અને રામનાં દાદીમા, તે દ્વારકાવાળા પ્રાણજીવનભાઈ બીપીનભાઈ પાબારીનાં બહેનનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયરપક્ષની સાદડી તા.24ના 4-15થી 4-45, લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે.

પોરબંદર: હીનાબેન (ઉં.63) તે રમણલાલ બાવનભાઈ ગોહેલનાં પત્ની, તે હિનેશભાઈ અને રીશિકાબેનનાં માતુશ્રીનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.25ના 3થી 4, એચ.એમ.પી.કોલોની સામે, જડેશ્વર મહાદેવ મંદિરે ભાઈ-બહેનોનું સંયુક્ત છે.

દીવ:વણાંકબારા: જુગલભાઈ, નવીનભાઈ, દિનેશભાઈ, કુંવરબેન, શાંતાબેન, લક્ષ્મીબેનના પિતા તથા નાનજીભાઈ, રમેશભાઈ, ઉમેશભાઈના સસરા મંગળભાઈ મેઘા સોલંકી (ઉં.73)નું વણાંકબારા મુકામે અવસાન થયું છે. સદ્ગતનું બેસણું ફાફની વાડીમાં રાખેલ છે.

વેરાવળ: રસીલાબેન ધીરજલાલ ગણાત્રા (ઉં.65) તે સ્વ.ધીરજલાલ કેશવજીભાઈ ગણાત્રાનાં પત્ની, તે સ્વ.ધારશીભાઈ લાલજીભાઈ રામાણી (કેશોદ)નાં પુત્રી, તે અતુલભાઈ, વિપુલભાઈનાં માતુશ્રીનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.25ના બપોરે 3થી 5, તેમનાં નિવાસસ્થાન, હરિપર મુકામે ગિર,

તા.મેંદરડા છે.

રાજકોટ: ગંગદાસભાઈ નાનજીભાઈ પાંભર તે સુશીલભાઈ પાંભર (વિશ્વ હિન્દુ પરિષદ)ના પિતાશ્રીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4થી 6, ફિલ્ડમાર્શલની વાડી, મોરબી રોડ, રાજકોટ છે.

રાજકોટ: નેશનલ હોટલના સ્થાપક હઝરત કિબ્લા સૈયદ હાજી અબ્દુલ કાદીરબાપુ ઈબ્ને બરકતશાહબાપુ કાદરી (રહે.)નાં પત્ની સૈયદા ખાતુનનું ગત તા.14મી જૂને જન્નત નશીન થયેલ. સુન્ની મુસ્લિમ સમાજના સન્માનનીય વડા, સિલાસિલાએ બરકાતીયાહના ખલીફા, કિબ્લા સૈયદ હાજી બરકતશાહબાપુ કાદરી તથા જાણીતા રહેબર સૈયદ હાજી નિઝામુદ્દીનબાપુ કાદરીના તેઓ માતાજી થતાં હતાં. કાદરી પરિવાર દ્વારા ચહેલુમ શરીફ મર્હુમા સૈયદા શાકિરાહ હાજીયાણી ખાતૂનમાનું તા.25ના ગુરુવારે સવારે 10થી 12 વાગ્યા સુધી કરીમપુરા મસ્જીદ (રામનાથપરા-1) રાજકોટ ખાતે રાખેલ છે. મહિલાઓની મજાલિસ ગુરુવારે સવારે 10થી 12 હાજીયાણી ગુલશનમાં કાદરી બરકાતી (જૂનાગઢ)ના વડપણ તળે ગામડીયા સિપાહી જમાતખાનામાં રાખેલ છે.

રાજકોટ: ડેડરના નિવાસી હાલ રાજકોટ પ્રભુદાસ છોટાલાલ ખખ્ખર (ઉં.80) તે વિજયભાઈ, ગુણવંતભાઈ તથા સ્વ.રેખાબેન વસાણીના પિતાશ્રી, તે પ્રવીણભાઈ, હસમુખભાઈ તથા ખુશાલભાઈના મોટાભાઈ, તે દક્ષ, ક્રિષા તથા વિવાનના દાદા, તે સ્વ.દુર્લભજીભાઈ ઘેલાભાઈ રૂપારેલિયાના જમાઈનું તા.22ના અવસાન થયું છે. ઉઠમણું, સાદડી તા.26ના સાંજે 4-30થી 5-30, ભક્તિનગર સર્કલ, ધારેશ્વર મહાદેવ મંદિર છે.

જૂનાગઢ: નૈમિષ નવીનચંદ્ર બગથરિયા (ઉં.33) તે નવીનચંદ્ર કાનજીભાઈ બગથરિયાના પુત્ર, સ્વ.દેવજીભાઈ, શૈલેન્દ્રભાઈના ભત્રીજા, ધર્મેશભાઈ, કૌશિકભાઈ યોગેશભાઈ અને પ્રિયેશભાઈના નાનાભાઈ, ક્રિશિવના પિતાશ્રી, દ્વીજના કાકા, મીનાબેન દીપકકુમાર ભાયાણી અને નીતાબેન મયુરકુમાર સમેજાના ભાઈ, રમેશભાઈ બાબુલાલ રાવરાણી (ચાવડા)ના જમાઈનું તા.રરના અવસાન થયું છે. બેસણું તા.રપનાં સાંજે 4થી 6 શુભેશ્વર મહાદેવ મંદિર, ખલીલપુર રોડ, જોષીપરા, જૂનાગઢ છે.

દીવ: મોઢ વણિક જ્ઞાતિ-દીવના હસમુખલાલ ગુલાબચંદ શાહનાં પુત્રવધૂ, મનેશભાઈ (મેડિકલ સ્ટોર)નાં પત્ની મનીષાબેન (ઉં.6ર) તે વંદનાબેનનાં મોટાભાભી, શૈલી વિશાલ દીપકભાઈ મહેતા (રાજકોટ), દર્શા કૃણાલ પંકજભાઈ વોરા (અમદાવાદ)નાં માતુશ્રી, ખુશાલીના મોટાભાભુનું અમદાવાદ મુકામે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.રપના સાંજે 4થી 6 નવી અમરવાડી, નાયડા રોડ, દીવમાં છે.

ટોબરા: શારદાબેન ચંદુભાઈ સૂચક (ઉં.પ7) તે ચંદુભાઈનાં પત્ની, દિનેશભાઈ વૃંદાવનદાસ સૂચક (સુરતવાળા)નાં ભાભીનું તા.રરનાં અવસાન થયું છે. ઉઠમણું તા.રપનાં સાંજે 4થી 6 લોહાણા મહાજન વાડી, પ્રાચી છે.

રાજકોટ: હરસુખલાલ વલ્લભજી સિમેજિયા (માણાવદરવાળા) તે સ્વ.હરિલાલના નાનાભાઈ તથા સ્વ.મનસુખલાલના મોટાભાઈ તથા મનિષભાઈના પિતાનું તા.ર1મીએ અવસાન થયું છે.

રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળગામ કોટડા નાયાણી, સ્વ.રામેશ્વરભાઈ મુગટલાલ પંડયાના પુત્ર હરિશ્વંદ્ર (ઉં.84) તે પીયૂષભાઈ, વર્ષાબેન ભગવતીભાઈ જાની (રાજકોટ), જાગૃતિબેન પંકજભાઈ પંડયા (અંજાર)ના પિતાશ્રી, ચારુબેન પીયૂષભાઈ પંડયાના સસરા, માતંગી હાર્દિકભાઈ દવે અને મિસરી પીયૂષભાઈ પંડયાના દાદા, સ્વ.જયંતીલાલ મૂળશંકર ભટ્ટના મોટા જમાઈ, ચંદ્રકાંતભાઈ, શિરીષભાઈ, યોગેશભાઈ તથા શશીકલાબેન પ્રદીપકુમાર દવેના બનેવીનું તા.રરના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષનું બેસણું તા.રપના સાંજે 4થી 6 ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, 80 ફૂટ રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક