• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

પેરિસમાં હાઇસ્પીડ રેલને નિશાન બનાવી હુમલો

ઓલિમ્પિક ઉદ્ઘાટન પહેલા અનહોની : તોડફોડ, આગજનીથી 8 લાખ લોકોને અસર : ઉત્તર, પશ્ચિમ, પૂર્વમાં એક સાથે બનાવ  : પરિવહન લાઇફ લાઇન અવરોધવા પ્રયાસ

પેરિસ, તા.ર6 : આખી દુનિયાની જેના પર નજર છે તે પેરિસમાં ઓલિમ્પિકના ઉદ્ઘાટન પહેલા અનહોની ઘટના ઘટી છે. ફ્રાંસના હાઇસ્પીડ રેલ નેટવર્કને શુક્રવારે નિશાન બનાવી હુમલો કરવામાં આવતાં પરિવહનની લાઇફલાઇનમાં અવરોધ સર્જાતા 8 લાખ લોકો અસરગ્રસ્ત બન્યા હતા. હુમલો કોણે કર્યો ? તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી તપાસ ચાલુ છે.

પેરિસમાં ઉદ્ઘાટન સમારોહ પહેલા યાત્રાને અવરોધવાના પ્રયાસમાં હાઇસ્પીડ રેલ નેટવર્કના સ્ટેકનોને નિશાન બનાવી તોડફોડ અને આગજની કરવામાં આવી હતી. જેને પગલે અનેક સ્ટેશનો પર ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. ફ્રાંસની સરકારી રેલવે કંપની એસએનસીએફએ કહ્યંy કે આ હાઇસ્પીડ લાઈન નેટવર્કને પંગુ બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલો સૌથી મોટો હુમલો છે. આગજની કરનારાઓએ પેરિસના ઉત્તરમાં લિલી, પશ્ચિમમાં બોર્ડો અને પૂર્વમાં સ્ટ્રાસબર્ગ જેવા શહેરોને જોડતી લાઇનો અને એકમોનો નિશાન બનાવ્યું હતુ.

રેલવે કંપની એ કહ્યંy કે મોટી સંખ્યામાં હાઇસ્પીડ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અથવા તો રદ કરાઈ છે. એ યાત્રીઓને રેલવે સ્ટેશનોએ ન આવવા અપીલ કરાઈ છે જેઓ પોતાની યાત્રા ટાળી શકે તેમ હોય. હુમલામા મોટે ભાગે એટલાંટિક, ઉત્તરી અને પૂર્વ હાઇ સ્પીડ લાઇનો અસરગ્રસ્ત બની છે. 8 લાખ જેટલા મુસાફરો અસરગ્રસ્ત બન્યા હોવાનું અનુમાન છે. આ સપ્તાહના અંત સુધીમાં સ્થિતિને પૂર્વવત્ કરાશે. શુક્રવારે પેરિસમાં ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ પહેલાં હાઇસ્પીડ રેલ નેટવર્કના પાટાઓ પાસે આગ લગાડવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક