• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

મનાલીમાં પથ્થરનું પૂર

પ્રચંડ પ્રવાહમાં વહી આવ્યા મસમોટા પથ્થરો : બુધવારે રાત્રે વાદળ ફાટવાથી લોખંડના પુલ ઉપર પથ્થરોનો થર લાગ્યો

નવી દિલ્હી, તા. 25 : હિમાચલ પ્રદેશના કુલ્લૂ જીલ્લામાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું હતું. જેના કારણે એનએચ-2ના એક હિસ્સા ઉપર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. બુધવારે રાત્રે બનેલી ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી. અધિકારીઓના કહેવા પ્રમાણે મનાલી ક્ષેત્રમાં અંજની મહાદેવ નાળામાં વાદળ ફાટયું હતું. જેના કારણે એનએચ-3 ઉપર ઘુંડી અને પલચાન બ્રિજનો હિસ્સો જેને લેહ-મનાલી રોડ પણ કહેવામાં આવે છે તે પ્રભાવિત થયો હતો અને પુલની સ્થિતિ પણ બગડી હતી. સામે આવેલી તસવીરોમાં લોખંડનો પુલ પથ્થરથી બનાવેલો પૂર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેનાથી અંદાજ લગાડી શકાય છે કે પાણનો પ્રભાવ કેટલો શક્તિશાળી હશે કે મોટી સંખ્યામાં મોટા-મોટા પથ્થરો તણાઈ આવ્યા હતા.

તસવીરોમાં લોખંડના પુલ ઉપર મોટામોટા પથ્થરોનું થર જોવા મળી રહ્યું છે. લાહૌલ અને સ્પીતિ પોલીસે એક એડવાઈઝરી જાહેર કરીને કહ્યું છે કે અટલ સુરંગના ઉત્તરી પોર્ટલ મારફતે લાહૌલ અને સ્પીતિથી મનાલી તરફ જતા વાહનોને રોહતાંગ તરફ વાળવામાં આવ્યા છે. યાત્રીઓને ખુબ જરૂરી હોય તો જ યાત્રા કરવાની સલાહ આપવામાં આવી છે. સાવધાનીથી વાહન ચલાવવા અને રસ્તામાં સંભવિત જોખમ અંગે પણ સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે. રાજ્યના કન્ટ્રોલ રૂમ તરફથી મળતી જાણકારી અનુસાર બુધવારે રાત્રે હિમાચલના મંડીમાં 12, કિન્નૌરમાં 2 અને કાંગડામાં 1 સહિત કુલ 15 સડકો બંધ કરવામાં આવી છે.આ રસ્તે વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે. જ્યારે 62 ટ્રાન્સફોર્મર બાધિત થયા છે. આ ઘટનામાં એક પાવર પ્રોજેક્ટ અને અમુક ઘરને પણ નુકસાન થયું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક