• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ઓલિમ્પિકમાં ખેલાડીઓ મેડલ કેમ કરડે છે ?

1912 સુધી સોનાની શુદ્ધતા પરખવા શરૂ થયેલી પરંપરા હવે આઇકોનિક પોઝ બની

નવી દિલ્હી, તા. 26 : ઓલિમ્પિકનો તહેવાર 11 ઓગસ્ટ  સુધી ચાલશે. જેમાં 10,000થી વધારે એથલીટ ભાગ લેવાના છે. ભારતે પણ 117 ખેલાડી ઓલિમ્પિકમાં મોકલ્યા છે. ઓલિમ્પિકમાં કોઈ ખેલાડી મેડલ જીતે તો ચહેરા ઉપર ખુશી સ્પષ્ટ જોવા મળે છે. જો કે ક્યારેય ધ્યાન આપ્યું છે કે મેડલ જીત્યા બાદ ખેલાડી મેડલને ખેલાડી દાંતથી કેમ કરડે છે ? શું આ પરંપરા છે કે ફોટો માટે પોઝ આપવાની રીત છે ?

ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ ખેલાડી દ્વારા મેડલને કરડવો એક સામાન્ય નજારો છે. રિપોર્ટ અનુસાર આ પરંપરા સોનાની શુદ્ધતા તપાસવા શરૂ થઈ હતી. એથેન્સ ઓલિમ્પિકની પરંપરા શરૂ થઈ હતી પણ 1912ના સ્ટોકહોમ ઓલિમ્પિક બાદ બંધ થઈ હતી. કારણ કે તે સમયે ખેલાડીઓને અંતિમ વખત શુદ્ધ સોનાના મેડલ આપવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે મેડલને કરડીને ખેલાડીઓ જાણતા હતા કે તેમાં અસલી સોનું છે કે નકલી. જો કે હવે જો ગોલ્ડ મેડલ દેવામાં આવે છે તેમાં 494 ગ્રામ ચાંદી અને માત્ર 6 ગ્રામ સોનું હોય છે. તેમ છતા લાંબા સમયથી ચાલી આવતી પ્રથા અનુસાર ખેલાડી દાંતથી કરડે છે. આ એક જૂની પરંપરાની નિશાની છે.

હવે ખેલાડીઓ જે કરે છે તે ફોટો ક્લિક કરવાનો અંદાજ દર્શાવે છે. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ઓલિમ્પિક હિસ્ટોરિયનના પૂર્વ અધ્યક્ષ ડેવિડ વલેકીન્સ્કીના કહેવા પ્રમાણે ખેલાડી પોતે આવું કરતા નથી પણ પત્રકારો સારો પોઝ લેવા માટે મેડલને કરડવા કહે છે. આ માટે આ એક આઇકોનિક પોઝ બની ગયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક