• મંગળવાર, 25 જૂન, 2024

avsan nondh

સપ્તઋષિ આશ્રમ જામવાળાના મહંત 1008 જમનાદાસજી મહારાજ બ્રહ્મલીન થયા : આજે અંતિમ સંસ્કાર

કોડિનાર, ઉના : ગીરગઢડા તાલુકાના જામવાળા ગિરમાં આવેલ સાત મહાદેવના સપ્તઋષિ આશ્રમના મહંત પંચ અખાડા ઉદાસીનના મહંત શ્રી 1008 જમનાદાસ મહારાજ ગુરુ શ્રી સરસ્લતી દાસ બાપુ 103 વરસની ઉંમરે તા.8ના જેઠવદ પાંચમના રોજ બ્રહ્મલીન થયા છે, તેમના અવસાનના સમાચાર બખતોને મળતાં શોક છવાઈ ગયો છે તેમના પાર્થિવ દેહને જામવાળા જમદગ્નિ આશ્રમ જમજીરના ધોધ રાખવામાં આવેલ છે 9-6-2023ને શુક્રવાર સવારે 10, સુધી અંતિમ દર્શન કરી શકાશે ત્યારબાદ 9ને શુક્રવારે 10 પછી અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમ મહંતશ્રી હરિદાસ બાપુ એ જણાવેલ છે.

 

શ્રમણ સંઘના સાધ્વીજી સિદ્ધાયિકાજી અને હર્ષાયિકાજી મહાસતીજી કાળધર્મ પામ્યા

રાજકોટ, તા.8: સ્થાનકવાસી જૈન શ્રમણ સંઘના શ્રી સુમતિ પ્રકાશજી મ.સા, શ્રી વિશાલમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી બાલ બ્રહ્મચારી ડો.શ્રી સિદ્ધાયિકાજી મ.સ. અને 4 વર્ષના દીક્ષા પર્યાયધારી શ્રી હર્ષાયિકાજી મહાસતીજી તા.8ને ગુરુવારે શાહપુર માનસમંદિર તીર્થ સંચાલિત કસારાઘાટ વિહારધામથી નાસિક તરફ વિહાર કરતા હોટેલ ઓરેન્જ સિટી નજીક સવારે 5-30 કલાકે ટ્રક એક્સિડેન્ટમાં ધટના સ્થળે જ કાળધર્મ પામ્યા છે. ઘાટકોપર ખાતે શ્રમણી વિદ્યાપીઠમાં ન્યાયનો અભ્યાસ કરાવનાર શ્રી સિદ્ધાયિકાજી મ.સ. સરલ અને ભદ્રિક હતા. આવા સતીરત્નોના વિયોગથી નજીકના ભવિષ્યમાં ન પુરાય તેવી ખોટ પડી છે. આગામી ચાર્તુમાસ પવનનગર-દ્વારકા, નાસિક સંધમાં નક્કી થયેલ હતું. તેમ શ્રી ધીરગુરુદેવે ગોરેગામ સંઘમાં ગુણાંજલિમાં જણાવ્યું હતું.

 

 

ભાવેણામાં 989મું દેહદાન

ભાવનગર : ઉકાભાઈ કાળાભાઈ લકુમ (ઉં.102)નું તાજેતરમાં અવસાન થતા સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ દેહદાન પુણ્ય કાર્ય કર્યું હતું. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચક્ષુદાન, દેહદાન વિભાગ દ્વારા અનમોલ દેહદાનનો સ્વીકાર કરવામાં આવ્યો તેમજ આ પાર્થિવ દેહને સ્વામીનારાયણ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ મેડિસિન. કલોલ ખાતે તબીબ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મહાવરા તથા સંશોધન લાભાર્થે પહોંચાડવામાં આવેલા ભાવેણાનું આ 989મું દેહદાન છે.

રાજકોટ : હળવદ નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હિમાંશુભાઈ ધીરજલાલ શુક્લ (ઉં.81) નિવૃત્ત વરિષ્ઠ લેખા અધિકારી (એ.જી.ઓફિસ) તે સ્વ.ઉષાબેનના પતિ, મિતુલના પિતાશ્રી, ડિમ્પલબેનના સસરા, તીર્થ, ધ્યાનાના દાદા, પ્રેમશંકર ઓ.િત્રવેદીના જમાઈનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 5થી 6 પારસ સોસાયટી કોમ્યુનિટી હોલ, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ છે.

વીંછિયા : લાલજીભાઈ કરશનભાઈ ઝુલાસણા (ઉં.68) તે મગનભાઈ, શાંતિભાઈના ભાઈ, ભરતભાઈ, નરેશભાઈ, રેખાબેન, શિલ્પાબેન, જ્યોત્સનાબેનના પિતાશ્રી, ભાર્ગવના દાદાનું તા.1નાં સનાળી ગામે અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 6 મુકામ સનાળી વીંછિયા ખાતે છે.

વેરાવળ : હીરાબેન ભીખાલાલ મોરજરીયા (ઉં.86) તે વિજયભાઈ, રાજુભાઈનાં માતુશ્રી, મનુભાઈ, ગીરધરભાઈ ચંદ્રાણીનાં બહેનનું તા.8નાં અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.9ના સાંજે 5 વાગ્યે કાશી વિશ્વાનથ મંદિર, રેયોન હાઉસિંગ સોસાયટી ખાતે છે.

બાંટવા : વાંઝા દરજી ચંદ્રીકાબેન દિનકરભાઈ રાઠોડ (ઉં.57) તે દિનુભાઈ (ઘંટીવાળા)ના પત્ની, કમલેશભાઈ (કેપુરભાઈ વકીલ), મેહુલભાઈનાં માતુશ્રીનું તા.8નાં અવસાન થયું છે. ઉઠમણું (બેસણું) તા.9ના સાંજે 5થી 7 શિવકુંજ સોસાયટી, માણાવદર રોડ, બાંટવા છે.

રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ અત્રી ગૌત્ર (ચંદ્રાત્રી) પરિવારના પારડી નિવાસી સ્વ.બચુલાલ શિવશંકર જોશીના પુત્ર ગજેન્દ્રભાઈ (ઉં.49) તે બળવંતરાયના ભત્રીજા, મહેન્દ્રભાઈના નાના ભાઈ, ભાસ્કરભાઈ, હર્ષદભાઈ, ભાવેશભાઈ, જયદીપભાઈના મોટાભાઈનું અવસાન થયું છે. બેસણું ઉઠમણું તા.12ના સાંજે 4થી 6 રામેશ્વર મહાદેવ મંદિર પારડી છે.

પોરબંદર : દિનસુખલાલ ગોરધનદાસ સાગોઠિયા (ઉં.85) તે નરેન્દ્રભાઈ, યોગેશભાઈ, હર્ષાબેન જયેશભાઈ બરછા (જામખંભાળિયા), પારૂલબેન હેમાંશુભાઈ કટારીયા (રાજકોટ)ના પિતાશ્રીનું તા.7ના અવસાન થયું છે.

ખરેડી : વિજયાબેન અમૃતલાલ સૂચક તે સ્વ.અમૃતલાલ વસંતજીભાઈ સૂચકનાં પત્ની, મૂળ દારેસલામ (આફ્રિકા) હાલ મુ.ખરેડી (કાલાવડ), કેશવલાલ, સ્વ.ધીરજલાલ માખેચા (ખરેડી)ના બહેનનું તા.7ના અવસાન થયું છે. સાદડી 9ના 5થી 5.30 ખરડેશ્વર મહાદેવ મંદિર ખરેડી છે.

ઢસા : સ્વ. વિજયાબા રવિશંકરભાઈ ભટ્ટ તે હર્ષદભાઈ, રવિ, સ્વ.િદનેશભાઈ, સુરેશભાઈ, સ્વ.જસીબેન બાબુલાલ દવે, સ્વ.ઈન્દુબેન વાસુદેવભાઈ મહેતા, રેખાબેન વિજયકુમારનાં માતુશ્રી અને દીપક, મયુર, વિશાલ, મોહિત તેમજ પ્રિયંક સુરેશ, કિંજયનાં દાદીમાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના 4થી 6 ભટ્ટ શેરી સાંઈબાબા મંદિર સામે ઢસા જંક્શન. તા.ગઢડા (સ્વા.) છે.

બગસરા : બગસરા નિવાસી હાલ આણંદ નાનાલાલ ગીરધરલાલ સવાણી (ઉં.83) તે જિજ્ઞેશભાઈ, મીતેષભાઈ, સરોજબેન અનિલકુમાર ભીંડોરાના પિતાશ્રી, સ્વ.ત્રંબકભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ.ચંદુભાઈ, ચીમનભાઈના ભાઈ, સુરેશભાઈ, રાજેશભાઈ તન્નાના બનેવીનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું પિયર પક્ષની સાદડી તેમના આણંદ મુકામે નિવાસસ્થાને તા.10ના સાંજે 4થી 6 રાખેલ છે.

રાજકોટ: ખેરડી નિવાસી હાલ રાજકોટ લાભુબેન શાંતિલાલ કુબાવત (ઉં.82) તે ભરતભાઈના માતા, તે જયદીપના દાદીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4થી 6, સત્યમ પાર્ક શેરી નં.1, ભવાની કોમ્પલેક્સની બાજુમાં, આજીડેમ ચોકડી પાસે, રાજકોટ છે.

રાજકોટ: ઝાલાવાડી સઈ સુથાર દરજી જ્ઞાતિના પૂર્વ કારોબારી સભ્ય જગદીશભાઈ લવજીભાઈ પરમાર તે જ્ઞાતિના ભૂતપૂર્વ મંત્રી ભીખુભાઈ (હાલ વડોદરા)ના નાનાભઈ, તે સ્વ.બીપીનભાઈ અને ભરતભાઈના મોટાભાઈ,  તે હિતેષભાઈ, નિશાબેન, હેતલબેનના પિતાશ્રી, તે જતીનકુમાર ગોહેલ (કારોબારી સભ્ય), નયનકુમાર ગોહેલના સસરાનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 5થી 6, સત્યેશ્વર મહાદેવ મંદિર, સત્યમ શિવમ સુંદરમ પાર્ક, એમ.આર.એફ.ટાયર શોરૂમ વાળી શેરી, જામનગર રોડ, રાજકોટ છે.

ગોંડલ: સ્વ.પરસોત્તમભાઈ નરસીભાઈ રાંક (સોજીત્રા)ના પત્ની મધુબેન (ઉં.78) તે સતીષભાઈ, સ્વ.કમલભાઈ તથા કેતનાબેન સોરઠિયાના માતૃશ્રીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ને શનિવારે 4-30થી 6-30, હેમવાડી સ્ટેશન રોડ, ગોંડલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક