તા.
6થી 11 વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
અમદાવાદ,
તા. 4 : આજે સમગ્ર ગુજરાતમાં વરસાદને બ્રેક લાગી હતી. જોકે ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા
અને સાબરકાંઠામાં એકથી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી
8 સપ્ટેમ્બર સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી
આગાહી અનુસાર આવતીકાલે કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત,
નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ,
ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ગાંધીનગર,
ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં
હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આજે
સાંજે છ વાગ્યા સુધીમાં 106 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. જેમાં નોંધપાત્ર કહી શકાય તેવા
પાટણના સાંતલપુરમાં અઢી ઇંચ, રાધનપુરમાં 2.17, બનાસકાંઠામાં લાખણી દોઢ ઇંચ અને સાબરકાંઠાના
પોશીનામાં સવા ઇંચ જેટલો વરસાદ પડયો હતો.
હવામાન
વિભાગની આગાહી અનુસાર 6 સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,
નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર,
જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર,
અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ,
સુરત, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
7 સપ્ટેમ્બરના
રોજ બનાસકાંઠા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા,
મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર,
બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ,
દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે
છે.
8 સપ્ટેમ્બરના
રોજ વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, નવસારી, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,
મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર,
બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ,
દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે
છે.
હવામાન
નિષ્ણાતના અનુસાર બંગાળીના ખાડીમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે જે બાદમાં લો પ્રેશર,
ડિપ ડિપ્રેશનમાં બનતા જશે પરંતુ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ 6 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર
વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.