• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

નાનકડી ઇલેકટ્રીક ચિપે સાણંદમાં જમીનના ભાવ સળગાવ્યાં !

સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટોના સતત આગમનથી રિયલ એસ્ટેટમાં તેજી: જમીનો ફટાફટ મોંઘી થઇ, અગાઉ ઓટો કંપનીઓના આગમન વખતે આવો માહોલ હતો

 

અમદાવાદ, રાજકોટ, તા.6: (ફૂલછાબ ન્યૂઝ) 2010ના દાયકામાં નેનો કારના આગમન વખતે અૉટોમોબાઇલ ક્ષેત્ર અને હવે સેમીકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા સાણંદમાં રિયલ એસ્ટેટના ભાવ છેલ્લા એક દાયકામાં ઓછામાં ઓછા ત્રણથી પાંચ ગણા વધી ગયા છે. રિયલ એસ્ટેટના વધતા ભાવથી માત્ર સ્થાનિક લોકોની જીવનશૈલી જ બદલી નથી પરંતુ અહીંના રિયલ એસ્ટેટ માર્કેટે બહારના લોકોનું ધ્યાન પણ ખેંચ્યું છે.

ટાટા મોટર્સ વખતે પોતાની જમીન સંપાદનમાં આપનાર ખેડૂત અને હવે ડેવલપર બનેલા રમણભાઈ પ્રજાપતિ જણાવે છે કે “મેં મારી 15 વીઘા જમીન વેચી અને તેમાંથી 50 વીઘા ખરીદી અને બાકીના પૈસા રિયલ એસ્ટેટમાં રોક્યા - હવે એ જ સારો સમય સેમિકન્ડક્ટર સાથે ફરીથી આવશે એવું સ્પષ્ટ દેખાય છે. અનેક ખેડૂતોને ફાયદો મળે એવી શક્યતા એકદમ વધી ગઇ છે.’’

સાણંદ એપીએમસીના વાઇસ ચેરમેન દિલિપાસિંહ બારડ જણાવે છે કે “સાણંદની વસ્તી માત્ર સવા લાખ છે પરંતુ સાણંદના કારખાનાઓમાં કામ કરતા અન્ય રાજ્યોમાંથી આવેલા વધારાના 2 લાખ લોકો શહેરમાં છે. ઘણા ખેડૂતો રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે.  બીજા ધંધામાં પણ ગયા અને હવે બીજાને નોકરી આપી રહ્યા છે.  સેમિકન્ડક્ટર હબના નિર્માણથી ફરી સાણંદનો દશકો આવશે.’’

2009 પહેલા સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રતિ વીધો  જમીનની કિંમત 2 થી 3 લાખ હતી. જે આજે 2024માં પ્રતિ વીધો  1 કરોડથી 2.5 કરોડ જેટલી છે. 2009 પહેલા સાણંદમાં કોઈ ફ્લેટ સ્કીમ નહિવત હતી.  2009માં એક સ્વતંત્ર ટેનામેન્ટ રૂ. 19 લાખ (1500/1800 ચોરસ ફૂટનું કદ)માં મળતું હતું. 2024 માં 2 બીએચકેની કિંમત 42 લાખ (સાઇઝ 1208 સ્ક્વેર ફીટ સુપર બિલ્ટઅપ) સુધી પહોંચી ગઇ છે. સાણંદ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે હવે સેમિકોન હબની રચના સાથે કોમર્શિયલ-રહેણાંક અને કામદારોની ડોરમેટરી કોલોનીની માંગ આગામી 10 વર્ષ સુધી રહેશે. સમગ્ર રિયલ એસ્ટેટ માર્કેટ વાર્ષિક 20 ટકાના દરે વૃદ્ધિ પામે એવી શક્યતા છે. પીપીપી મોડેલ પર સાણંદમાં કામદારોની ડોરમેટ્રી પણ બની રહી છે. એમાં પણ રોકાણકારોને આકર્ષવામાં આવી રહ્યા છે. 

સાણંદની  રેસિડેન્શિયલ સ્કીમમાં 70 ટકા બાકિંગ સાણંદમાં કામ કરતા અન્ય રાજ્યોના લોકોના છે.

આગામી સમયમાં અમદાવાદ અને સાણંદનું રિયલ એસ્ટેટ માર્કેટ એક બની જાય એ તરફ છે.  કારણકે નવા અનેક મકાનોની જરુર સાણંદમાં પડવાની છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024