• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

 બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત 25 સપ્ટેમ્બરે અને માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત 10મી ઓક્ટોબરે થશે

 

અમદાવાદ, તા.6 : ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તા. 25 સપ્ટેમ્બર, 2024ના રોજ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક  માટેની જાહેરાત આગામી તા. 10 ઓક્ટોબર, 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક, શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગત તા. 1 ઓગસ્ટના આચાર્ય તેમજ ગત તા. 1ના રોજ અંદાજિત 4000 જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે. હવે, આગામી સમયમાં બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત પ્રસિદ્ધ કરાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4 હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2 હજાર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2 હજાર એમ કુલ મળી 4 હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવશે. ઉમેદવારોએ આગામી તા. 12-09 થી તા. 26-09ના લતયભિ.શક્ષ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

દરમિયાન કેબિનેટ મંત્રી ડો. કુબેર ડીંડોરએ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જૂના શિક્ષકોની ભરતીપ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સ્પષ્ટતાઓ સાથે સૂચનાઓ જાહેર કરાઈ છે. એ અંતર્ગત હવે જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષક, શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં(લઘુમતી સિવાય) ઓછામાં ઓછાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતીપ્રક્રિયા પોર્ટલ મારફત ઓનલાઈન કરાશે.

 

જૂના શિક્ષક એટલે શું ?

રાજ્યની ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં પહેલાં ટ્રસ્ટ ભરતી કરતું હતું, પરંતુ પછી 2011માં કેન્દ્રીયકૃત ભરતી થતી હતી. રાજ્ય સરકાર ટેટ-ટાટ પાસ ઉમેદવારોને જે-તે સંબંધિત ટ્રસ્ટને મોકલે અને ત્યાંથી નિમણૂક આપે. પહેલાં સ્થાનિક ઉમેદવારોને ભરતી કરવામાં આવતાં એટલે દૂર જવું ન પડતું, પછી એવા પ્રશ્નો ઊભા થયા કે કોઈનું વતન ખેડા હોય તો એને દૂરના જિલ્લામાં જવું પડતું, એટલે જૂના શિક્ષકોની ભરતીનો કોન્સેપ્ટ લાવ્યા આ જૂના શિક્ષકોની ભરતી એટલે માનો કે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 100 જગ્યા છે, એમાંથી 75 જે મેરિટમાંથી જ ભરાશે અને બાકીની 25 જગ્યા જે ઓલરેડી ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક છે એ લોકોની આમાંથી ભરતી થાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024