• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

જસદણમાં વ્યાજખોરોનો આતંક : યુવાન પાસેથી રૂ.10 લાખ, બે કાર અને મોબાઇલ પડાવી લીધા

બે પ્રોમિસરી નોટ લખાવી પાંચ કોરા ચેક લઈ લીધા

જસદણ, તા.19 : જસદણમાં રહેતા યુવાન પાસેથી વ્યાજખોરોએ 33 ટકા વ્યાજ વસૂલાત કરવા માટે દસ લાખની રકમ, બે કાર અને મોબાઇલ પડાવી લીધાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કનેસરાના વ્યાજખોરો સહિતની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, જસદણમાં ગંગાભુવન શાંતી નિકેતન સ્કૂલની બાજુમાં રહેતા મિલનકુમાર   રાજુભાઈ મોખા નામના યુવાને કનેસરા ગામના કિશોર ઉર્ફે કિશન વાઘેલા, બાબરાનાં ઉંટવડ ગામના અક્ષય ભરત મોખા, નરેશ ઉર્ફે નાગરાજ ધાંધલ, બાબરાનાં કણુકીના રઘા શિવરાજ દરબાર અને એક અજાણ્યા શખસ વિરુદ્ધ બળજબરીથી નાણાં અને કાર તથા મોબાઇલ પડાવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી મિલન મોખાએ નવેક માસ પહેલા નાફેડમાં સેલિંગમાં કમિશન તરીકે કામ કરતો હતો ત્યારે સેલિંગ માટે ચાર કાર ભાડે લીધી હતી. જેનાં નાણાં ચૂકવવાના હોય સાથે કાર ચલાવતા નિર્મળ મહેતાને વાત કરી હતી અને કનેસરાનો કિશન વાઘેલા નામનો શખસ વ્યાજવટાવનો ધંધો કરતો હોય ફોન મારફત સંપર્ક કરાવ્યો હતો અને એક લાખની રકમ વ્યાજે લીધી હતી અને રૂ.33 હજાર વ્યાજ ચૂકવ્યું હતું અને બાદમાં મુદલ રકમ પરત કરી હતી.

ત્યારબાદ વધુ નાણાંની જરૂરિયાત ઉભી થતાં કિશોર વાઘેલા પાસેથી દોઢ લાખની રકમ વ્યાજે લીધી હતી અને રૂ.પ6 હજાર વ્યાજ ચૂકવ્યું હતું. બાદમાં કિશોર વાઘેલાએ નાણાંની ઉઘરાણી શરૂ કરી હતી અને સાગર ટાઠાણી પાસેથી નાણાં લઈ રૂ.ર લાખની રકમ ચૂકવી હતી અને રૂ.74 હજાર મહિનાનું વ્યાજ ચૂકવ્યું હતું. બાદમાં એક માસ પછી રૂ.ર.74 લાખની મૂળ રકમ અને    (જુઓ પાનું 10)

વ્યાજ ચૂકવેલ હતું અને રૂ.ર લાખની રકમ વ્યાજે લીધી હતી. બાદમાં વધુ બે લાખની રકમ વ્યાજે લીધી હતી અને રૂ.63 હજાર વ્યાજ ચૂકવ્યું હતું અને અક્ષય મોખાને ઇકો કાર આપી એક લાખની રકમ દસ ટકા વ્યાજે લીધી હતી અને કિશોરને ચૂકવ્યા હતા તેમજ રૂ.4.પ0 લાખની રકમ બાકી હતી અને અક્ષયને રૂ.40 હજાર વ્યાજ ચૂકવ્યું હતું તેમજ કિશોરને ચાર લાખનું રૂ.1.પ8 લાખ વ્યાજ ચૂકવ્યું હતું અને અક્ષયે બુલેટ અને બીજી ઇકોકાર લઈ લીધી હતી અને ત્રણ લાખની રકમ  દસ ટકા લેખે આપી હતી અને બે મોબાઇલ પણ પડાવી લીધા હતા. બાદમાં કિશોરે ફોન કરી ધમકાવી ગોંડલ વકીલની ઓફિસે બોલાવી બે પ્રોમિસરી નોટ લખાવી હતી અને કારનું લખાણ કરાવી લઈ પાંચ ચેક પડાવી લીધા હતા.

ત્યારબાદ સરધાર ખાતે બોલાવી અક્ષય, રઘા દરબાર અને નરેશ ઉર્ફે નાગરાજ અને તેની સાથેના શખસે નાણાંની ઉઘરાણી કરી હતી અને કર્ણકી ગામે લઈ જઈ મોબાઇલ પડાવી લીધા હતા. પોલીસે પાંચેય વ્યાજખોર સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક