ભાજપ,
કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ 23મીએ મત ગણતરી
અમદાવાદ,
તા.13: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા.13 નવેમ્બર 2024ના રોજ એટલે કે આજે
192 મતદાન મથક કેન્દ્રો પર મતદાન પૂર્ણ થયું હતું. સવારથી શરૂ થયેલું મતદાન સાંજે છ
વાગ્યા સુધીમાં 74 ટકા મતદાન થયું હતું.
આ મત
વિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે
7થી સાંજના 6 કલાક સુધી મતદાન થયું. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ
અને 321 વીવીપેટનો ઉપયોગ કરાયો છે, ત્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી મતદાન પુર્ણ
થતા ઊટખ મશીનને સિલ કરવામાં આવ્યા. આ પછી તમામ ઊટખ મશીનને પાલનપુર જગાણા એન્જિનિયરિંગ
કોલેજ ખાતે લઈ જવામાં આવશે. જ્યારે આગામી 23 નવેમ્બરના રોજ આ પેટા ચૂંટણીની મત ગણતરી
થશે.
આ ચૂંટણીમાં
ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર ઉમેદવાર
માવજી પટેલે ઝંપલાવ્યું છે. તીવ્ર રસાકસી ભરી આ ચૂંટણીમાં ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને
દલિત સમાજના મતદારો નિર્ણાયક સાબિત થશે. ભાજપના પ્રદેશ નેતાઓ અને આખી સરકારે પોતાની
પ્રતિષ્ઠા દાવ પર લગાવી છે.