બે
ગાડીમાં આવેલા શખસોએ એકબીજા પર હુમલો કરી આતંક મચાવ્યો
અમદાવાદ,
તા.13: અમદાવાદના ચાંદખેડામાં જાહેર રોડ પર ખુની ખેલ ખેલાયો હતો. મોટેરા સ્ટેડિયમ પાસે
વહેલી સવારે ગેંગવોરમાં એક યુવકનું મૃત્યુ થયું છે. એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલી
અથડામણમાં સરદારજી ગોપાલ વણઝારા નામના યુવકનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં ત્રણ લોકો
ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
ચાંદખેડા
વિસ્તારમાં બે ગાડીમાં આવેલા લોકોએ એક બીજા પર હૂમલો કરીને આતંક મચાવ્યો હતો. ખુલ્લેઆમ
અમદાવાદમાં ફરી એક વખત ગેંગવોર જેવી સ્થિતિ જોવા મળતા સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે.
એક યુવકની હત્યા કર્યા બાદ લોકો ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયાર છોડીને નાસી છુટયા હતા.
મૃતક કોતરપુર વિસ્તારનો હોવાનું જાણવા મળે છે. આ બે જૂથ વિરુદ્ધ અગાઉ પણ હત્યાના પ્રયાસનો
ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી
આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.