યુવાનની ઝિયારતના દિવસે જ બન્ને કાકાઓએ
કરી કબૂલાત
ગારિયાધાર,
તા. 12: ગારિયાધારના અખતરિયા ગામના 23 વર્ષીય યુવાનની લાશ અખતરિયા અને રાણીગામ વચ્ચે
મળી આવી હતી જેની અકસ્માત થયા હોવાની લોકોમાં ચર્ચા થતી હતી તે યુવાનની હત્યા તેમના
જ પરિવારના કાકાઓ દ્વારા કરવામાં આવી હોવાનો ખુલાસો થતા જેસર પોલીસ દ્વારા હત્યાની
ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પ્રાપ્ત
થતી વિગતો અનુસાર તાજેતરમાં તા.9 નવેમ્બર ના રોજ સાંજે ગાય ગોતવાનું કહીને ઘરેથી નીકળે
તોહિત રહીમખાન બ્લોચની તારીખ 10ના વહેલી સવારે અખતરિયા અને રાણીગામ વચ્ચે લાશ મળી
આવી
હતી. જે બાબતે પરિવાર દ્વારા હત્યા થયા હોવાનું
મનાઈ રહ્યું હતું જ્યારે પોલીસ દ્વારા અકસ્માત થયા હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું હતું.
આ સમયે વિસંગતતા ઉભી થતા યુવાનની લાશને ભાવનગર પેનલ પીએમ માટે લઈ જવાઈ હતી. મૃતકના
પિતા દ્વારા જેસર પોલીસ સ્ટેશન ખાતે સ્થળ તપાસની માગણી સાથે એસ ઓ પી દાખલ કરાઈ હતી.
જે
પ્રકરણમાં આજે જેસર પોલીસ મથક દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી મૃતકના પિતા રહીમખાન દ્વારા
તેમાં કાકાના દીકરા સલીમખાન અલીખાન બલોચ અને હાસમખાન અલીખાન બ્લોચ એમ બે શકદારોના નામ
જાહેર કરાયા હતા. જે બન્ને શખસે યુવાનની જીયારતમાં તેમના પિતા સામે પોતાનો ગુનો કબૂલ્યો
હતો. મૃતકના કાકાઓ દ્વારા પ્રેમ સંબંધની શંકા રાખીને યુવાનની હત્યા કરાઈ હતી એનો પર્દાફાશ
થયો હતો. જ્યારે યુવાન સમી સાંજે ગુમ થયો હતો ત્યારે વહેલી સવાર સુધી આ બન્ને કાકાઓએ
તેમના પરિવાર સાથે રહીને યુવાનની શોધખોળ પણ કરી હતી.