ચંદ્રમૌલેશ્વર મંદિરમાં પોતાના જ ગળા પર
છરીનો ઘા મારતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા
ગોંડલ,
તા. 12 : ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્તારમાં આવેલ શ્રી ચંદ્ર મૌલેશ્વર શિવ મંદિરમાં
આસોપાલવ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના જ ગળા પર છરીનો ઘા મારી કમળપૂજાનો પ્રયાસ કરતા
લોહી લુહાણ હાલત થઈ જવા પામી હતી ઘટનાની જાણ થતા લોકો એકઠા થયા હતા અને આધેડને સારવાર
માટે હોસ્પિટલે ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
હતા.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના આસોપાલવ સોસાયટીમાં રહેતા
અને રોડ કોન્ટ્રાક્ટ કંપનીમાં નોકરી કરતા ધર્મેન્દ્રાસિંહ ઝાલા ઉંમર વર્ષ 47 નામના
આધેડે કોઈપણ કારણોસર ભોજરાજપરા વિસ્તારમાં
આવેલ શ્રી ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિરમાં પોતાના જાતે પોતાના ગળે છરીનો ઘા મારી કમળપૂજાનો
પ્રયાસ કરતા તેની હાલત ગંભીર થઈ જવા પામી હતી. ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકઠા થઈ
ગયા હતા અને સારવાર માટે આધેડને પ્રથમ ગોંડલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં
ખસેડાયા હતા ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસ મથકને થતા જમાદાર હિતેશભાઈ પરમાર સ્થળ પર ઘસી
ગયા હતા પરંતુ તે દરમિયાન આધેડને રાજકોટ લઈ જવાયા હોય કોઈપણ નિવેદન નોંધી શક્યા ન હતા
આધેડને સંતાનમાં એક પુત્ર એક પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું.