રાજકોટ, તા.ર8 : સાધુવાસવાણી
રોડ પર આવેલી હોસ્પિટલના તબીબના અવધ રોડ પર આવેલા ફલેટમાંથી બે અજાણ્યા શખસો રૂ.6.60
લાખની કિંમતના નવ મશીનની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો
નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, સાધુવાસવાણી
રોડ પર શાંતી મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલમાં પાંચ વર્ષથી એડમિનિસ્ટ્રેટીવ તરીકે નોકરી
કરતા અને નંદનવન સોસાયટીમાં રહેતા દિલીપભારથી ભુપતભારથી ગોસાઈ નામના યુવાને બે અજાણ્યા
શખસો વિરુદ્ધ રૂ.6.60 લાખની કિંમતના નવ મશીનની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં
આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી
તપાસમાં શાંતી હોસ્પિટલમાં ફરજ બજાવતા અને અવધ રોડ પર ડેકોરા હેબીટેડ ફલેટમાં રહેતા
નીરવ મહેતા અમેરિકા ગયા હતા ત્યારે હોસ્પિટલ ખાતે બે અજાણ્યા શખસો આવ્યા હતા અને હોસ્પિટલના
કર્મચારીને એડમિનિસ્ટેટીવ દિલીપભારથીનું નામ આપી તબીબ નીરલ મહેતાના ફલેટની ચાવી માગતા
આપી દીધી હતી અને બાદમાં બન્ને શખસે ફલેટમાંથી આઠ ઓટોકોન્સન્ટ્રેટર મશીન અને એક બાયપેપ
મશીન મળી કુલ રૂ.6.60 લાખની કિંમતના નવ મશીનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ
બનાવના જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરી બન્ને તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી.દરમિયાન
પોલીસે પૂર્વ કર્મચારી દ્વારા ચોરી કરવામાં આવી હોવાની બાતમીના આધારે મુરલીધર ચોક પાસેના નટરાજનગર આવાસ યોજના કવાર્ટરમાં
રહેતા વિશાલ ઉર્ફે અર્જુન વાલજી વાઘેલા, નટરાજનગરના કરણ ધીરુ વાળા અને આજી વસાહતના
ખોડીયારપરાના સંજય ભીખા પરમારને ઝડપી લઈ રૂ.6.60 લાખના નવ મશીન કબજે કર્યા હતા.