લઘુતમ
તાપમાન 2થી 3 ડિગ્રી ઉંચકાશે : ઠંડીમાં આંશિક ઘટાડો, ગિરનાર 3, જૂનાગઢ 8, નલિયા 9.2,
અમરેલી 9.4, જામનગર 9.5 ડિગ્રી
રાજકોટ,
અમદાવાદ, તા.16: ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો પરંતુ
આજે ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. જો કે અમરેલી, નલિયા, જામનગર અને જુનાગઢ શહેરમાં
સિંગલ ડિઝીટ સાથે કડકડતી ઠંડી અનુભવાઈ હતી. તેમજ રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની
હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. આગામી 21થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી માવઠું
વરસી શકે છે.
છેલ્લા
બે દિવસની તુલનામાં આજે રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યમાં લઘુતમ
તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. અને ત્યારબાદ આ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર
થવાની શક્યતા નથી. જેના પગલે આવતીકાલથી ઠંડીમાં વધુ રાહત મળે તેવી શક્યતા છે.
હવામાન
વિભાગે વધુમાં જણાવ્યું છે કે, આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે.
હાલમાં વરસાદની કે માવઠાની કોઈ જ શક્યતા નથી. આકાશ સાફ રહેવાને કારણે બપોરના સમયે સૂર્યપ્રકાશની
તીવ્રતા પણ વધશે, જેનાથી ગરમીનો અનુભવ થઈ શકે છે
જ્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ આગામી 21થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં
ફરી માવઠું પડશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા
મળશે પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
અમુક વિસ્તારોમાં માત્ર વાદળછાયા વાતાવરણ બાદ તીવ્ર ઠંડી અનુભવાશે. ખાસ કરીને રાત્રિના
સમયે ઠંડી વધારે લાગશે.
શહેર તાપમાન
ગિરનાર 3
જૂનાગઢ 8
કેશોદ 8.1
નલિયા 9.2
અમરેલી 9.4
જામનગર 9.5
ડીસા 11
રાજકોટ 11.3
વડોદરા 11.8
કંડલા
પોર્ટ 12.2
ભુજ 12.4
મહુવા 12.5
સુરેન્દ્રનગર 13
ગાંધીનગર 13.5
પોરબંદર 13.6
ભાવનગર 14.4
અમદાવાદ 14.5
વેરાવળ 14.5
સુરત 14.6