જિલ્લામાં
ડિસેમ્બરમાં 13,255 સહિત વર્ષમાં 1.60 લાખ મિલકતના દસ્તાવેજ થયા
સરકારને
રૂ.932 કરોડની આવક : સૌથી વધુ મોરબી રોડ ઉપર 19,883 મિલકતોની લે-વેચ
કમુહૂર્તા
હોવા છતાં રાજકોટ શહેરના આઠ ઝોનમાં 7987 દસ્તાવેજ નોંધાયા, સબરજિસ્ટ્રાર કચેરીને રૂ.80.87
કરોડની આવક
રાજકોટ,
તા.1 : રાજકોટ શહેરમાં અમુક વિસ્તારનો વિકાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. એક તરફ મોરબી
રોડ, બીજી તરફ રૈયા, માધાપર, જામનગર રોડ, અટલ સરોવર, નવા રેસકોર્સ તરફના વિસ્તારનો
વ્યાપ વધી રહ્યો છે ત્યારે વર્ષ-2024માં જંત્રી દરમાં વધારો અને વર્ષના અંતભાગમાં સબરજિસ્ટ્રાર
કચેરીઓમાં લાંબા વેટિંગ વચ્ચે દસ્તાવેજ નોંધણીમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને ડિસેમ્બર
માસમાં કમુહૂર્તા દરમિયાન નવેમ્બરની સાપેક્ષમાં મિલકત લે-વેચમાં નોંધપાત્ર વધારો થયો
છે. આ સાથે જંત્રી દરમાં વધારાની અટકળો વચ્ચે એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં 1,60,973
મિલકતોની લે-વેચ થતાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી પેટે સરકારને કુલ રૂ.932,30,43,212ની
જંગી આવક થઈ છે.
વર્ષ
2024 દરમિયાન શહેરના મોરબી રોડ પર સૌથી વધુ 19,883 મિલકતોનું વેચાણ થયું છે જ્યારે
રૈયામાં 12,214 અને મવડીમાં પણ 15,412 મિલકતોનું વેચાણની દસ્તાવેજ નોંધણી થઈ છે જ્યારે
ગોંડલ શહેર તેમજ આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ બાંધકામની દૃષ્ટિએ વધ્યો છે. રતનપર
હેઠળના ઝોન-3માં પણ ગત વર્ષ કરતા વધુ દસ્તાવેજો નોંધાયા છે. જંત્રીનાં પગલે જરૂરિયાતમંદ
લોકો બેન્કમાંથી કે હાઉસિંગ ફાયનાન્સની લોન મેળવી એપ્રિલ પૂર્વે મકાનની ખરીદી કરી દસ્તાવેજ
નોંધાઈ જાય તે માટે દોડધામ કરી રહ્યા છે. વર્ષ 2024માં દસ્તાવેજ નોંધણી ફી રૂ.1,35,77,20,395
અને સ્ટેમ્પ ડયુટી પેટે રૂ.79,65,32,28,17 મળી કુલ રૂ.932,30,43,212ની આવક સરકારને
થઈ છે.
વર્ષ
2024ના અંતિમ માસ ડિસેમ્બરમાં પણ રાજકોટ શહેર જિલ્લામાં 1,32,55 મિલકતોનું વેચાણ થયું
છે. જેમાં શહેરના મોરબી રોડ પર સૌથી વધુ 15,54 મિલ્કતોનું વેચાણ થયું છે. રાજકોટ ગ્રામ્યમાં
752, મવડીમાં 1275, કોઠારિયામાં 904, રૈયામાં 873, મોવામાં 764, ગોંડલમાં 1325, ધોરાજીમાં
344, કોટડાસાંગાણીમાં 515 જ્યારે રાજકોટ-1માં 870 મિલકતોનું વેચાણ થયું છે. ડિસેમ્બર
માસ દરમિયાન જ જિલ્લામાં 13,255 મિલકતોનું વેચાણ થયાના દસ્તાવેજ નોંધાયા છે. તેની ફી
અને સ્ટેમ્પ ડયુટી પેટે સરકારને રૂ.808,73, 84,96ની આવક થઈ છે.
વર્ષ
2024માં ક્યાં કેટલા દસ્તાવેજ નોંધાયા
વિસ્તાર દસ્તાવેજ
મોરબી
રોડ 19,883
રાજકોટ
રૂરલ 9,434
કોઠારિયા 12,480
રતનપર 11,729
રાજકોટ-1 10,436
મોવા 9,516
પડધરી 3,355
જેતપુર 8,125
ઉપલેટા 5,227
જામકંડોરણા 1,357
લોધિકા 9,881
જસદણ 5,825
વીંછિયા 956
ગોંડલ 15,104
કોટડા
સાંગાણી 6,034
ધોરાજી 3,975
કુલ 1,69,973