• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

બાળમાનસ પર હાવી થતું સોશિયલ મીડિયા : મા-બાપ ચેતે ધો.5ની બાળકીને 16 વર્ષનો સગીર ભગાડી ગયો : દુષ્કર્મનો ગુનો

ધનસુરાની ઘટના: ઇન્સ્ટા મારફત સંપર્કમાં આવ્યા બાદ પ્રેમસબંધ બંધાયો ત્રણ કિશોરીએ મદદ કરી’તી

મોડાસા, તા.4 : સોશિયલ મીડિયાનો ઉપયોગ છે તેનો સદ્ઉપયોગ કરવાના બદલે દુરુઉપયોગ વધુ થતો હોવાના કિસ્સા સમયાંતરે પ્રકાશમાં આવતા હોય છે ત્યારે બાળ કે સગીરવયમાં સોશિયલ મીડિયા કેટલું હાવી છે કે નુકસાનકારક છે તેનો કિસ્સો ધનસુરા પંથકમાં બન્યો હતો. 10 વર્ષનાં બાળકો વચ્ચે સોશિયલ મીડિયા મારફત સંપર્ક થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો અને 16 વર્ષનો સગીર બાળક ધોરણ-પમાં અભ્યાસ કરતી બાળકીને અન્ય ત્રણ કિશોરીઓની મદદથી અપહરણ કરી નસી છૂટયાનો ચોંકાવનારો કિસ્સો પોલીસમાં પહોંચ્યો હતો અને પોલીસે બન્ને સગીર પ્રેમપંખીડાને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ પરિવારને સોંપ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ધનસુરા પંથકમાં રહેતા એક પરિવારની ધોરણ-પમાં અભ્યાસ કરતી બાળકીનું એક સગીર બાળક અપહરણ કરી નાસી છૂટયો હતો અને સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને પોલીસે શોધખોળ શરૂ કરી ગણતરીની કલાકોમાં બન્ને બાળકને ઝડપી લીધાં હતાં.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં બન્ને બાળક સોશિયલ મીડિયા મારફત સંપર્કમાં આવ્યા હતા અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ બનાવમાં સગીર બાળકને અન્ય ત્રણ કિશોરીએ મદદગારી કરી હોવાનું ખૂલ્યું હતું. જો કે બન્ને બાળક પરત મળી આવતાં પોલીસે તબીબી પરીક્ષણ કરાવતાં બાળકી સાથે સગીરે દુષ્કર્મ આચર્યાનું ખૂલતાં પોલીસે સગીર બાળક સામે દુષ્કર્મનો ગુનો નોંધી મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દીધો હતો તેમજ બાળકી અને તેની સગીર બહેન તેની માતાના મોબાઇલનો ઉપયોગ કરતા હોય બન્ને બહેને મોબાઇલમાં સોશિયલ મીડિયામાં સાત એકાઉન્ટ બનાવ્યા હતા. જેમાં પાંચ બંધ છે અને બે ચાલુ છે. આ બે એકાઉન્ટમાંથી બાળકી સગીર બાળક સાથે સંપર્કમાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક