• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

જૂનાગઢમાં તા. 22થી 26 મહાશિવરાત્રીનો મેળો

તૈયારીઓ શરૂ : અધિકારીઓ સાથે બેઠક યોજતા કલેક્ટર : ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવા માટે પરામર્શ કરાયો

જૂનાગઢ, તા.23 : જૂનાગઢ ગઢવા ગિરનારની તળેટીમાં યોજાતો મહાશિવરાત્રીના મેળાનો આગામી તા. 22 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે ત્યારે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના આયોજન માટે આજરોજ વિવિઘ વિભાગો - કચેરીઓના અધિકારીઓને પ્રશાસનિક બેઠક યોજાઈ હતી. 

મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મહાશિવરાત્રીના મેળામાં પધારનાર ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. કલેક્ટરે મોટી સંખ્યામાં ઉમટનાર ભાવિકો માટે પીવાનાં પાણી, સ્વચ્છતા, માર્ગ મરામત પરિવહન, ફાયર સેફટી, આરોગ્ય, વીજળી સહિતની સુવિધાઓ અને વ્યવસ્થા કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધની ખાસ અમલવારી કરાવવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ટ્રાફિક નિયમન અને પાર્કિંગ માટે સંબંધિત અધિકારીઓને સ્થળ વિઝિટ કરીને જરૂરી આયોજન કરવા પણ સૂચના આપી હતી.

શ્રદ્ધાળુઓનું આરોગ્ય ન જોખમાઈ તે માટે ક્લોરિનેશનયુક્ત પીવાનું પાણી અને બિન આરોગ્યપ્રદ તથા ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય અને અખાદ્ય પદાર્થોનો નાશ કરવા તેમજ જરૂરી પગલાં લેવા માટે પણ સૂચના આપી હતી. આરોગ્ય સેવાઓ માટે હંગામી દવાખાના શરૂ કરવા ઉપરાંત જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે પણ સૂચના આપી હતી. ઉપરાંત યાત્રી સહાયતા કેન્દ્ર અને કંટ્રોલરૂમ શરૂ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025