• શનિવાર, 12 જુલાઈ, 2025

જામનગર-ધ્રોલના ATMમાં જમા કરાવવાના રૂ.31.26 લાખ બે કર્મચારી ઓળવી ગયા

ખાનગી કંપનીના કસ્ટોડિયલ કર્મીઓ સામે ઠગાઈની ફરિયાદ

જામનગર, તા.8: રાજકોટની એક ખાનગી કંપનીમાં કસ્ટોડિયલ તરીકે ફરજ બજાવતા ભાવિન ભરતભાઈ જોષી કે જામનગર શહેરના અલગ અલગ એટીએમ તેમજ ધ્રોલના એટીએમમાં નાણા જમા નહીં કરાવી કુલ 31.36 લાખની છેતરપિંડી કરવા અંગે કંપનીના કસ્ટોડિયલ કર્મચારી પ્રકાશ નાથાભાઈ મેરિયા તેમજ કશ્યપ ભરતભાઈ અંકલેશ્વરિયા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરની અલગ અલગ બેંકો કે જેના એટીએમમાં પૈસા જમા કરાવવા ઉપાડવા વગેરેની જવાબદારી ખાનગી કંપનીને સોંપવામાં આવી છે અને આવી ખાનગી કંપનીના બેંક કર્મચારીઓ કે જેઓને કસ્ટોડિયલ તરીકે નિમણૂક અપાય છે અને જેઓની પાસવર્ડ મેળવીને બેંકના એટીએમમાંથી નાણા ઉપાડવા અને જમા કરાવવાની જવાબદારી હોય છે.

ઉપરોક્ત બન્ને આરોપી પ્રકાશ કે જે જામનગર શહેરના રણજીતસાગર રોડ પ્રાર્થના કોલોની સામે આવેલી એસ.બી.આઈની કચેરી નવાગામ ઘેડ અને દરેડની બ્રાંચ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન 31.36 લાખની રકમ જમા નહીં કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી હોવાથી આખરે આ મામલો સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો છે. પોલીસે બન્ને સામે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક