• મંગળવાર, 15 જુલાઈ, 2025

ખરાબ રસ્તાની ઘરે બેઠા જ મોબાઈલથી કરો ફરિયાદ: 6 માસમાં 3620 ફરિયાદનો નિકાલ

રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ જેવી સમસ્યાઓની જાણ ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર કરી શકાશે

‘ગુજમાર્ગ’ એપ્લિકેશન થકી છેલ્લા છ માસમાં 3,632માંથી 3,620 ફરિયાદો એટલે કે 99.66 ટકા ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ 

અમદાવાદ તા.13: શું તમારા વિસ્તારના રસ્તાઓ ખરાબ છે? જો હા, તો હવે ફરિયાદ માટે તમારે કોઈ ઓફિસ જવું નહીં પડે. ઘરે બેઠાં જ આંગળીના ટેરવે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ માટે ઋાuષખફલિ (ગુજમાર્ગ) એપ્લિકેશનની મદદથી ફરિયાદ નોંધાવી શકો છો. માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કાર્યરત ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 10 હજાર કરતાં વધુ નાગરિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ એપ્લિકેશન થકી નાગરિકો દ્વારા કુલ 3,632 જેટલી ફરિયાદો કરવામાં આવી છે, જેમાંથી 99.66 ટકા સાથે 3,620 ફરિયાદોનું સકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું છે જ્યારે બાકીની 7 જેટલી ફરિયાદો પર કામગીરી પ્રગતિમાં છે.  

રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે, તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એકટીવ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ ઝડપથી પૂર્વવત્ થાય એ માટે માર્ગ અને મકાન વિભાગને ચોકકસ દિશા નિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં આ કામો રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર રાજયમાં રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ અને અન્ય માળખાગત સુવિધાઓ અંગેની સમસ્યાઓના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે વિભાગ દ્વારા ગુજમાર્ગ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે, જેના પર નાગરિકોને પોતાના વિસ્તારમાં પડતી સમસ્યાઓની જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજ માર્ગ એપ્લિકેશન (ઋાuષ ખફલિ આાહશભફાશિંજ્ઞક્ષ)નો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના નાગરિકોને રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધા માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટે એક સરળ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ એપ્લિકેશનમાં ફરિયાદની સાથે ફોટોગ્રાફ્સ પણ અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. જેના આધારે સંબંધિત અધિકારીઓ દ્વારા ફરિયાદો પર સત્વરે કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત નોંધાવેલ ફરિયાદની સ્થિતિ-સ્ટેટસ શું છે તે પણ નાગરિકો આ એપ થકી તપાસી શકે છે. આ એપ્લિકેશન ઋજ્ઞજ્ઞલહય ઙહફુ જાજ્ઞિંયિ પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાય છે તેમ, માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવાયું છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક