• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

સીએમને મહિલા મંત્રી, ધારાસભ્યોએ બાંધી રાખડી જેલમાં બંદીવાન ભાઈઓને બહેનોએ બાંધી રાખડી

રક્ષાબંધનના પર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મંત્રી ભાનુબેન બાબરીયા સહિત ધારાસભ્યો અને મહિલા પોલીસકર્મીઓએ રાખડી બાંધી હતી. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન મોદીના શાસનની ઝાંખી કરાવતી 100 ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.

સૌરાષ્ટ્રમાં જેલ પ્રશાસન દ્વારા બંદીવાન ભાઈઓ પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગોંડલ, સુરત, અમરેલી, મહીસાગર સહિતના શહેરમાં જેલમાં ભાઈ-બહેનોના મિલનથી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક