બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે મુખ્યમંત્રી પટેલ અને કેન્દ્રીય મંત્રી યાદવની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
ગુજરાતના
સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે : મુખ્યમંત્રી પટેલ
ભાણવડ,
ખંભાળીયા, તા.10 : ગુજરાતના ગૌરવ એવા એશિયાટિક લાયનના સંવર્ધનનું કાર્ય આગળ વધારવામાં
આવી રહ્યું છે. તાજેતરમાં ‘લાયન ।઼2047: વિઝન ફોર અમૃતકાળ’ શીર્ષક સાથે પ્રોજેક્ટ લાયન
દસ્તાવેજ પણ જાહેર કરવામાં આવ્યો છે. દરમિયાન આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અનુસંધાને
બરડા અભયારણ્યમાં રૂ.75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક બનાવાની જાહેરાત મુખ્યમંત્રી
ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. આ સાથે રૂ.180 કરોડના ખર્ચે વન વિભાગના વિવિધ
વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રીએ ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ પ્રસંગે સાંસદ
પૂનમબેન માડમ, સાંસદ પરિમલ નથવાણી, ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત
રહ્યા હતા.
દેવભૂમિ
દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભયારણ ખાતે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં રાજ્યના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું
વૈશ્વિક પ્રતીક બન્યા છે. 143 વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે
પુન: વસવાટ શરૂ કર્યો છે. સ્થાનિક લોકો અને ગીરના સિંહો વચ્ચે ઇમોશન અને ઇકોનોમી બંન્નેનો
સંબધ કેળવાયો છે. સિંહના વિચરણનો વિસ્તાર પાછલા અઢી દાયકામાં 3 જિલ્લાથી વધીને 11 જિલ્લા
સુધી વિસ્તર્યો છે. સ્થાનિક રહેવાસીઓમાં સિંહ છે તો અમે છીએ અને અમે છીએ તો સિંહ છે
એવી ભાવના જાગૃત થઈ છે.
વન
અને વન્યસૃષ્ટિના સંરક્ષણ તથા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે રૂ.180 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરી મુખ્યમંત્રીએ
ઉમેર્યું હતું કે, બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂ.75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક અને
પ્રવાસીઓની સુવિધાના કામો આવનારા દિવસોમાં હાથ ધરાશે. વન વિસ્તારમાં વન્ય પ્રાણીઓના
રક્ષણ માટે પેટ્રાલિંગ તથા મોનિટારિંગ અને પ્રાણીઓના રેસક્યુ સહિતના કામો માટે 247
જેટલા નવા વાહનો વન વિભાગમાં ઉમેરાઈ રહ્યા છે. રાજ્યની 24 જેટલી ઇકો ટુરીઝમ સાઇટ માટે
હવે ઘરે બેઠા બાકિંગ થઈ શકે તે માટેનું પોર્ટલ કાર્યરત થયું છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં
આવે તેના પરિણામે સ્થાનિક ગૃહ ઉદ્યોગ અને હસ્તકલા ઉત્પાદનોનું પણ વેચાણ વધશે.
ભગવાન
દ્વારકાધીશની પાવન ભૂમિ પર વિશ્વ સિંહ દિવસના અવસરે નવા રહેઠાણ અને વન - પર્યાવરણ વિભાગની
નવીન પરિયોજનાઓના લોકાર્પણની શુભકામના પાઠવી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેંદ્ર
યાદવે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનના
દૃઢ સંકલ્પને રાજ્ય સરકારે સુપેરે પાર પાડયો છે. ગૌરવની વાત છે કે એશિયાઈ સિંહો માત્ર
ગુજરાતના ગીર પ્રદેશમાં જોવા મળે છે. રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસો ફળશ્રુતિ રૂપે
સિંહો સંખ્યામાં 17 ટકાનો વધારો થયો છે. પ્રકૃતિ અને મનુષ્ય એકબીજાના પૂરક છે. જેનું
ઉત્તમ ઉદાહરણ ગીર પ્રદેશમાં વસવાટ કરતા માલધારીઓ અને સિંહો વચ્ચે અનોખો બંધન જોઈ શકાય
છે. બરડા વન્યજીવ અભયારણ્યમાં ઘણા દાયકાઓ બાદ સિંહોનો પુન: વસવાટ થતા બરડાની જૈવ વિવિધતામાં
નવી ઊર્જાનો સંચાર થતા ઇકો ટુરીઝમમાં વધારો થશે.
રાજ્યના
વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં ગીર સિવાય પ્રથમ વખત
બરડા અભયારણ્ય ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ
તાલુકાના ટીંબડી પાસે આવેલા બરડામાં 400થી વધુ ઔષધીય વૃક્ષો, છઠ્ઠી સદીનો નવલખા મંદિરથી
માંડીને વિવિધ ધાર્મિક સ્થાનો, કુદરતી ઝરણા આવેલા હોવાથી સિંહોએ બરડા અભયારણ્યને પોતાના
બીજા ઘર તરીકે સ્વીકાર્યું છે.
રૂ.180.12
કરોડના ખર્ચે લોકાર્પણ-ખાતમુહૂર્તના કામો-યોજનાઓની જાહેરાત કરાઈ
75
કરોડ : બરડા અભયારણ્યમાં 248 હેકટર વિસ્તારમાં નવો સફારી પાર્ક
10.96
કરોડ : તૃણાહારી પ્રાણીઓના સંવર્ધન પ્રજનન કાર્યક્રમ માટે બ્રાડિંગ સેન્ટર
7.57
કરોડ : વન વસાહતી ગામો અને ઇકો સેન્સેટિવ ઝોન વિસ્તારમાં ઇકો ડેવલપમેન્ટની કામગીરી
35.62
કરોડ : જે.આઈ.સી.એ પ્રોજેક્ટ હેઠળ 720 ગામડાઓમાં સામૂહિક વિકાસ કામો
7 કરોડ
: વન્યપ્રાણી માટે રેસ્ક્યૂ સેન્ટર અને ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ
21
કરોડ : બરડા વિસ્તારના માલધારીઓ માટે સ્વૈચ્છિક સ્થળાંતરની યોજના
9.94
કરોડ : ફ્રન્ટ લાઈન સ્ટાફ માટે 20 આવાસ-ઓફિસ બિલ્ડીંગના કામ
5 કરોડ
: ચાડવા રખાલમાં કેરાકલ (હેણોતરા) સંવર્ધન
65
લાખ : સી.એસ.આર હેઠળ ગીર વિસ્તારના ટ્રેકર્સનો વીમા અને સ્વાસ્થ્ય કવચ
6.98
કરોડના ખર્ચે પેટ્રાલિંગ અને મોનિટારિંગ માટે 3 રેસ્કયૂ વ્હિકલ, 200 બાઇક અને 44 યુટિલિટી
વ્હિકલ અર્પણ કરાયા