• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

સંગીતકાર પતિએ વિદેશ ગયેલી પત્ની સાથે ચાલતા વીડિયો કોલ વચ્ચે ગળાફાંસો ખાધો

સંગીતકાર ઓજસ જરીવાલા સુરતમાં એકલા રહેતા હતા, ઘરકંકાસ કારણભૂત હોવાની શંકા

રાજકોટ, તા. 10: સુરતમાં સંગીતકાર ઓજસ જરીવાલાએ તેમના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો હતો. તેમના પત્ની હાલ વિદેશ ગયા છે, ત્યારે તેમની સાથે ચાલુ વીડિયોકોલમાં જ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું.   સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ પર આવેલા સર્જન પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા 50 વર્ષીય સંગીતકાર ઓજસ નરેશચંદ્ર જરીવાલાને સંતાનમાં બે દીકરી છે. જે બન્ને દીકરી હાલમાં ભરૂચ ખાતે રહે છે. તેમના પત્ની પણ મ્યુઝિશિયન છે અને હાલમાં વિદેશમાં છે. ઓજસભાઈએ પોતાની પત્નીને વીડિયો કોલ કર્યો હતો અને ચાલુ વીડિયો કોલ દરમિયાન જ ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. આ જોતા તેમની પત્ની ચોંકી ઉઠી હતી અને ઓજસભાઈની બાજુમાં રહેતા પાડોશીને કોલ કર્યો હતો. પાડોશી દ્વારા તાત્કાલિક ઓજસભાઈના ઘરે પહોંચીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં સુધીમાં ઓજસભાઈએ દમ તોડી દીધો હતો. પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં જીવન ટૂંકાવ્યું હોવાની હાલ પોલીસને શંકા છે. ત્રણ દિવસ બાદ પત્ની વિદેશથી આવ્યા બાદ ઓજસભાઇના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક