ગામેગામ બજારો ખાલી થઇ જશે અને રસ્તા-ફરવાના સ્થળો ઉભરાશે
રાજકોટ,
તા.13(ફૂલછાબ ન્યૂઝ) : સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમીના તહેવારનો માહોલ જામવાનું શરૂ થઇ
ગયું છે. અનેક માર્કેટ યાર્ડ બુધવારથી બંધ થઇ જતા કૃષિ ચીજોનો વેપાર ધીમો પડી ગયો હતો.
આવતીકાલથી લગભગ બધા જ યાર્ડ બંધ થઇ જવાના છે. હવે સપ્તાહના વેકેશનમાં યાર્ડમાં હરાજી
તો નથી થવાની પણ એની સાથે હવે બજારો પણ બંધ રહેશે. જોકે ફરવાના સ્થળો અને જાહેરમાર્ગો
ઉપર હવે ચિક્કાર ગિર્દી જોવા મળવાની છે.
રાજકોટ
જ નહીં સૌરાષ્ટ્રભરમાં અનાજ-કઠોળનો જથ્થાબંધ વેપાર આવતીકાલથી બંધ થશે. તેલના ધંધાર્થીઓ,
ખાંડ, સૂકામેવા, જનરલ આઇટેમ્સની બજારો બપોર પછી બંધ પાળશે અને પછી સોમ કે મંગળવારથી
નિયમિત થશે. એફએમસીજી કે આવશ્યક ચીજવસ્તુઓના વેપાર ધંધા બે દિવસ ચાલશે પણ શનિવારે અને
રવિવારે સાવ ઠંડા પડી જવાના છે. દર વર્ષે બહાર ફરવા નીકળી પડવાની અને મેળામાં મહાલવાની
મજા મોટાંભાગના સૌરાષ્ટ્રવાસી માણશે.
સુરતમાં
પણ સૌરાષ્ટ્રના હજારો લોકો વસવાટ કરે છે. એ બધા વતનભણી આવી રહ્યા છે એટલે અત્યારે બસ
કે ટ્રાવેલ્સમાં જગ્યા મળવાના પ્રશ્નો થાય છે. ગુજરાતમાં અમદાવાદ, આણંદ, વડોદરા કે
ગાંધીનગર ભણતા વિદ્યાર્થીઓ પણ સૌરાષ્ટ્રના ગામેગામ પરત ફરી રહ્યા છે. અત્યારે ટ્રાવાલિંગના
ધંધામાં રોનક છે. (જુઓ પાનું 10)
વેપારી
વર્ગ આવતીકાલ સાંજથી રજાના મૂડમાં આવશે પણ અત્યારેય વેપાર સાવ ઠપ થઇ ચૂક્યાં છે. રાજકોટમાં
દાણાપીઠ, પરાબજાર, કંદોઇ બજાર, કંસારા બજાર, ઘીકાંટા રોડ, દરજી બજાર, લાખાજી રાજ રોડ,
ધર્મેન્દ્ર રોડ, પેલેસ રોડ સોની બજાર અને ગુંદાવાડી વગેરે તમામ બજારો ગુરુવારે બપોર
પછીથી બંધ પડવા લાગશે ત્યારે બજારો ખાલી થઇ જશે પણ શહેરના રસ્તાઓ પર ટ્રાફિક થશે.
---