• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

બે દિવસ બાદ ફરી ઠંડીમાં વધારો, રાત્રિનું તાપમાન વધુ ઘટી શકે છે

નલિયાને બદલે અમરેલીમાં સૌથી નીચું 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા. 19: રાજ્યમાં છેલ્લા 3-4 દિવસમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જેથી લોકોને ઠંડીથી રાહત મળી હતી પરંતુ ફરી એક વખત લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોએ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હવામન વિભાગના અનુસાર આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવાની શક્યતા છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી આવતા પવનના કારણે રાત્રિના તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.

છેલ્લા 24 કલાકમાં મોટા ભાગના શહેરમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અનેક શહેરોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે જ્યારે લઘુતમ તાપમાનમાં સૌથી વધુ ઘટાડો  અમરેલીમાં નોંધાયો છે.

હવામન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ જોઇએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના નલિયાને બદલે અમરેલીમાં સૌથી નીચું 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં 11.2 ડિગ્રી, ડીસામાં 12.3 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, અમદાવાદમાં 14.1 ડિગ્રી, વડોદરામાં 14.8 ડિગ્રી, સુરતમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક