• શુક્રવાર, 22 મે, 2026

નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈ સહિત 5 અધિકારી સસ્પેન્ડ

ગેરરીતિઓ બદલ રાજ્ય સરકારની કડક કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.21 : રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગમાં વર્ષોથી બેફામ ભ્રષ્ટાચાર અને કૌભાંડ ચાલતા હોવાના આક્ષેપો થતા રહે  છે. જો કે, આ વખતે અચાનક ગુજરાત સરકારે નશાબંધી વિભાગના કલાસ વન અધિકારી કેતન દેસાઈથી લઈને કલાસ 3 સુધીના 5 અધિકારીને પદ પરથી હટાવી દેવાનો આદેશ કર્યો છે.  સરકારે લીધેલા આ નિર્ણયના કારણે નશાબંધી અને આબકારી વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાત સરકારે નશાબંધી અને આબકારી વિભાગના નાયબ નિયામક કેતન એ. દેસાઈ ઉપરાંત મહેસાણા જિલ્લા અધિક્ષક અને ઇન્ચાર્જ વહીવટી અધિકારી અમીતાબહેન પટેલ, નિરીક્ષક નડિયાદ શૈલેષ રબારી, નિરીક્ષક આણંદ વિપુલ પટેલ અને નાયબ નિરીક્ષક અમદાવાદ અનિલ ગણવાને પદ પરથી હટાવી દીધા છે. સરકારે અચાનક લીધેલા આ નિર્ણય પાછળ નશાબંધી વિભાગમાં ચાલતી ગેરરીતીઓ જવાબદાર હોવાનું મનાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક