(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ,
તા.23 : રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન
તંત્ર સજ્જતાથી કાર્ય કરી રહ્યું છે. ચોમાસા દરમિયાન અથવા કોઈપણ કુદરતી આપત્તિ, ભારે
વરસાદ, પૂર, વાવાઝોડા સહિતની ઇમરજન્સી પરિસ્થિતિમાં નાગરિકો તાત્કાલિક સંપર્ક કરી શકે
તે માટે વિવિધ તાલુકાઓના કંટ્રોલરૂમના નંબર જારી કરવામાં આવ્યા છે. કોઈપણ કુદરતી આપત્તિની
પરિસ્થિતિમાં નાગરિકો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ફોન નં. 0281-2471573 તેમજ ટોલ ફ્રી
નં. 1077 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત જિલ્લાના
તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ સેન્ટરોના સંપર્ક નંબરો આ મુજબ છે: પડધરી 02820-233059, રાજકોટ શહેર - 101, લોધિકા -
02827-244221, કોટડા સાંગાણી - 02827-276221, જસદણ - 02821- 220032, ગોંડલ - 02825
- 220093, જામકંડોરણા - 02824 - 271321, ઉપલેટા - 02826 - 221458, ધોરાજી - 02824 -
221887, જેતપુર - 02823 - 220001, વીંછિયા - 02821 273432 ઉપર પણ સંપર્ક સાધી શકશે.