અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આયોજિત ત્રિ-િદવસીય સ્પેસ ફેસ્ટિવલ-2026ના પ્રારંભે વિજ્ઞાન મંત્રી અર્જૂન મોઢવાડિયાની જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.21 : અમદાવાદના સાયન્સ
સિટી ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ ત્રિ-િદવસીય સ્પેસ ફેસ્ટિવલ-2026નો
શુભારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસના અનુસંધાને આયોજિત આ કાર્યક્રમ તા.
તા. 23 અૉગસ્ટ સુધી યોજાશે. આ ફેસ્ટિવલ દરમિયાન સ્પેસ સાયન્સ એક્ઝિબિશન, પ્લેનેટેરિયમ
શો, સ્પેસ રંગોળી, ડિજીટલ પોસ્ટર પ્રેઝન્ટેશન, ઓરિગામી, હેન્ડ્સઓન વર્કશોપ, વિજ્ઞાન
વ્યાખ્યાન, સ્પેસ ક્વિઝ, વૈજ્ઞાનિકો સાથે પેનલ ડિસ્કશન અને નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન સહિતનાં
આયોજન કરવામાં આવ્યાં છે.
આ તબક્કે વિજ્ઞાન મંત્રી અર્જુન
મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે સ્પેસ-ટેક ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય
બની રહ્યું છે. અમદાવાદમાં ‘ઇન-સ્પેસ’નું હેડક્વાર્ટર આવેલું છે, જ્યારે સૌરાષ્ટ્રમાં
કોડિનાર પાસે નવું લોન્ચિંગ સ્પેસ સ્ટેશન સ્થાપવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં
સેટેલાઇટ મેન્યુફેક્ચારિંગ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. રાજ્ય સરકારની અસરકારક
સ્પેસ-ટેક અને ઇલેક્ટ્રોનિક્સ પોલિસીને કારણે આગામી 10 વર્ષમાં ગુજરાત એઆઈ (અઈં) અને
સ્પેસ ટેકનોલોજીમાં દેશનું સર્વોચ્ચ રાજ્ય બનશે.
આ નવી ઇકોસિસ્ટમ દ્વારા આપણા
યુવાનો રોજગાર મેળવાને બદલે રોજગાર આપનારા બનશે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ભારતની પ્રગતિ
તેજ બની છે. જેમાં દેશના કુલ 12 પ્લાન્ટમાંથી 6 પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાઈ રહ્યા છે.
જેમાંથી સાણંદ ખાતે ત્રણ પ્લાન્ટ કાર્યરત છે. જ્યારે આગામી સમયમાં સુરત અને ધોલેરા
ખાતે પણ નવા પ્લાન્ટ શરૂ કરાશે.
તેમણે કહ્યું હતું કે, ચંદ્રયાન-3ના
દક્ષિણ ધ્રુવ પર ઐતિહાસિક સૉફ્ટ લેન્ડિંગની સફળતાને વધાવવા માટે 23 અૉગસ્ટના રોજ ‘નેશનલ
સ્પેસ ડે’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્પેસ સેક્ટરને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું
મુકવામાં આવ્યું છે, જેના પરિણામે આજે આ ક્ષેત્રે દેશમાં 300થી વધુ સક્રીય સ્ટાર્ટઅપ્સ
કાર્યરત છે.