નિર્ણયોમાં પણ પાંચ વર્ષ માટે
ખાસ છૂટછાટ આપવાની મુખ્યમંત્રી જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.23 : ગુજરાત સરકારે
રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાને જરૂરી નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે પ્રવર્તમાન જમીન
ફાળવણીના નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. એવી જ રીતે, મહેસૂલ
વિભાગના ઠરાવ મુજબ, નક્કી કરાયેલા હેતુઓ માટે એક હેક્ટરની મર્યાદામાં સરકારી જમીન,
હવે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને તબદીલ કરી શકાય તેવી જોગવાઈ કરવામાં
આવી છે. એક હેક્ટરથી વધુ જમીનની માગણી અથવા ગૌચર જમીનની માંગણીના કિસ્સામાં રાજ્ય સરકારની
મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.
જમીન ફાળવણીની કામગીરી ગુજરાત
જમીન મહેસૂલ નિયમો, 1972ના સંબંધિત નિયમો અને ઠરાવમાં દર્શાવેલી જોગવાઈઓ અનુસાર કરવામાં
આવશે. જમીન મેળવવા માટે સંબંધિત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે શ-ઘછઅ પોર્ટલ મારફતે
કલેક્ટરને અરજી કરવાની રહેશે. આથી જમીન ફાળવણીની પ્રક્રિયાને વ્યવસ્થિત અને પારદર્શક
વહીવટી માળખા હેઠળ આગળ ધપાવી શકાશે. રાજ્ય સરકાર દ્વારા નવી રચાયેલી નવસારી, વાપી,
આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ 9 મહાનગરપાલિકાના
વિસ્તારોમાં નાગરિક સુવિધાઓના વિસ્તરણ, વહીવટી માળખાના નિર્માણ અને શહેરી વિકાસ માટે
સરકારી જમીનની જરૂરિયાત ઊભી થઈ છે. નવી મનપાઓઁ પાસે પૂરતી જમીન ઉપલબ્ધ ન હોવા તથા જમીન
ખરીદવા માટે આર્થિક ભારણ ઊભું થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જમીન ફાળવણીની
પ્રક્રિયાને સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે આ નવી મહાનગરપાલિકાઓને જાહેર
સુવિધાઓ માટે જમીન મેળવવામાં રાહત મળશે અને વિકાસકાર્યો માટે જરૂરી જમીન ઉપલબ્ધ કરાવવાની
પ્રક્રિયાને વેગ મળશે.