• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

ગઢડા તાલુકામાં માવઠાથી તારાજી: ઈંટ ઉત્પાદકો તથા ખેતીના પાકમાં નુકસાન સરકાર દ્વારા સર્વે હાથ ધરી તાત્કાલિક જરૂરી સહાય આપવામાં

            આવે તેવી માગ ઉઠી

ગઢડા(સ્વામીના) તા.27: (ફૂલછાબ ન્યુઝ) ગઢડા(સ્વામીના) પંથકમાં કમોસમી વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ઈંટોના ભઠ્ઠાના વ્યવસાયમા મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે.

આ દરમિયાન ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંટોના ભઠ્ઠામાં કાચો માલ પલળી જવાથી વ્યાપક પ્રમાણમાં નુકશાન થયાનું સામે આવ્યું છે. આ કમોસમી વરસાદના કારણે કાચી ઈંટો ગારો બની ભુક્કો થઈ જતા ઈંટના વ્યવસાય કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ નુકશાનીના કારણે તનતોડ મહેનત મજૂરી કરતા લોકોની આખા વર્ષની કમાણી પાણીમાં જતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. જેના કારણે ઈંટના વ્યવસાય કરતા લોકો કફોડી સ્થિતિમા મુકાયા છે.

ઉપરાંત શહેર તથા તાલુકાના ગામોમાં મરચા, તુવેર, સરગવો, ચણા અને કપાસ સહિતની ખેતીના ઉભા પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. કુદરતના કહેરના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે સરકાર તરફથી યોગ્ય સર્વે હાથ ધરી તાત્કાલિક જરૂરી સહાય આપવામાં આવે તેવી માગ ઉઠી છે.

 

 

Budget 2024 LIVE