• મંગળવાર, 25 જૂન, 2024

દુર્ઘટના માટે જવાબદાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે : હર્ષ સંઘવી

રાજકોટના ટી.આર.પી. ગેમ ઝોનના દુર્ઘટના સ્થળની મુલાકાત લેતા ગૃહમંત્રી હર્ષ સંઘવી, મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

 

રાજકોટ, તા.26: ટી.આર.પી. ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટના બાદ રાજકોટ આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગેના કારણો તથા તંત્ર દ્વારા થયેલી કામગીરીની માહિતી મેળવી હતી.

રાજકોટમાં ઘટના સ્થળની મુલાકાત બાદ ગૃહમંત્રી હર્ષદ સંઘવીએ કલેકટર કચેરી ખાતે કલેકટર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જવાબદારો સામે કડક પગલાં લેવાના નિર્દેશ આપ્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો સાથે સરકારની સંવેદના છે. પોલીસે ત્વરિત કામગીરી કરી ઘટનાના થોડા કલાકોમાં જ ગેમ ઝોનના માલિક સહિતના જવાબદાર લોકોને ઝડપી લીધા છે તેમજ અન્ય જવાબદારોને પણ વહેલી તકે પકડી લેવામાં આવશે. દુર્ઘટના માટે જવાબદાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક