• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

સિરામિક ટાઈલ્સની આડમાં લવાતો રૂ.17.60 લાખનો દારૂ ઝડપાયો

વડોદરા-હાલોલ રોડ ઉપર આમલિયારા ગામ પાસે પોલીસે ટ્રક પકડયો, રૂ.33.44 લાખનો  મુદ્દામાલ કબજે

વડોદરા, તા.19: વડોદરા-હાલોલ રોડ ઉપર આમલિયારા ગામ નજીકથી પોલીસે ટ્રકમાં સિરામિક ટાઈલ્સની આડમાં છૂપાવીને લવાતો રૂ.17.60 લાખનો દારૂ પકડી પાડયો હતો.

ગોધરા તરફથી ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો હોવાની બાતમીના આધારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ, શક્તિસિંહ, સિદ્ધરાજસિંહ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મેહુલસિંહ અને જયપાલસિંહ સાથે આમલિયારા ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી ટ્રક આવતા ટ્રકને રોકી હતી. આ ટ્રકમાંથી ડ્રાઈવર મુસ્કતીમ કાલુખાન મેવ (રહે. ડુગેજા, પુનહાના, થાના પનગવા, હરિયાણા) અને અકરમ જાકીર હુસેન મેવ (રહે. સરહેટા ટાવર પાસે, પીંજારા, અલવર, રાજસ્થાન) મળી આવ્યા હતા. બન્નેને સાથે રાખીને ટ્રકનો પાછળનો દરવાજો ખોલાવવામાં આવ્યો હતો. જેમાં તપાસ કરતા સિરામિક ટાઈલ્સના બોક્સ ભરેલા મળી આવ્યા હતા. બોક્સ હટાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક