• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

સુરતમાં રેવ પાર્ટી ઉપર દરોડો, 9 યુવતી સહિત 14 ઝડપાયા

એમ.ડી. ડ્રગ્સ, ગાંજો અને દારૂની બોટલો કબજે : હીરા- જમીનના દલાલો, એન્જિનિયરો સહિતના સીઆઇડી ક્રાઇમની ઝપટે

સુરત, તા.21 : શહેરના દારૂની પાટી ઍ બાદ હવે મગદલ્લા નજીકના આવેલા મકાનમાં ચાલી રહેલી પાર્ટી ઉપર સીઆઇડી ક્રાઇમ બ્રાંચ પોલીસ દ્વારા દરોડા પાડી વિદેશી ગર્લ્સ સહિત નબીરાઓ ઝડપી પડાયા હતા. પોલીસ દ્વારા તમામને મેડિકલ તપાસ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

સીઆઇડી પોલીસને બાતમી મળી હતી કે મગદલ્લા ખાતેના એક મકાનમાં દારૂ અને ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે, તેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. ડ્રગ્સ, ગાંજો અને દારૂ સાથે ચાલતી રેવ પાર્ટીમાં પોલીસે થાઇ ગર્લ સહિત 9 યુવતી અને 5 યુવાન સહિત  કુલ 14 વ્યક્તિને ઝડપી પાડવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.

નવી સિવિલ હોસ્પિટલ ખાતે તમામને મેડિકલ ચેકઅપ માટે લઇ આવવામાં આવતા મહિલાઓએ ચહેરા છુપાવવા માટે દુપટ્ટાનો ઉપયોગ કર્યો હતો. ફાર્મમાં ચાલતી રેવ પાર્ટીમાંથી 9 ગ્રામ એમડી ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને દારૂની બોટલ કબજે કરવામાં આવી હતી અને સીઆઇડી ક્રાઇમ દ્વારા તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમિતકુમાર યાદવના ઘરમાં આ પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટીમાં હીરા દલાલ, જમીન દલાલ, ડેટા પ્રોસેર્સસો, એન્જિનિયરોને ઝડપી લેવાયા હતા. આ તમામ વિરુદ્ધ ડ્રગ્સનો ગુનો નોંધાયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક