• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

લૈયારા પાસે વીજઆંચકે દાઝેલા ચાર પૈકીના એક મજૂરનું મૃત્યુ લતીપુર ગામે હલર મશીનમાં સાડી આવી જતા મહિલાનું મૃત્યુ

જામનગર, તા.ર0 : ધ્રોલના લૈયારા ગામે અઠવાડીયા પૂર્વે પીજીવીસીએલ દ્વારા ખાનગી કોન્ટ્રાકટ કંપની મારફત વીજ થાંભલા પર નવી વીજલાઈન ઉભી કરવા અને રીપેરીગ કામ કરાવવામાં આવી રહ્યંy હતું. દરમિયાન વીજ થાંભલે ચાર પરપ્રાંતીય મજુરો કામ કરવા ચડયા હતા ત્યારે એકાએક વીજઆચકો લાગતા ચારેયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દરમિયાન સારવારમાં રહેલા ચાર પૈકીના દશરથ મગનભાઈ પટેલનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં જયોતીગ્રામ વીજ જોડાણમાંથી ધ્રોલ તાબેના જાયવા ગામના  એક ખેડુતે વીજચોરી કરી હોવાનું અને તેમાથી પાવર રીટર્ન  થયો હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે  જાયવા ગામના ધર્મેન્દ્રસિહ ગંભીરસિહ જાડેજા નામના ખેડુત વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

મહિલાનું મૃત્યુ: મુળ એમપી પંથકની અને હાલમાં લતીપુર ગામે દિનેશ પટેલની વાડીએ ખેતમજુરી કામ કરતી અને રહેતી નીરુબેન રાજાભાઈ દેવકા નામની મહિલા વાડીએ હલમાં મગફળીમાંથી ધુળ કાઢવાનું કામ કરતી હતી. ત્યારે અચાનક નીરુબેનની સાડી હલરમાં આવી જતા ફંગોળાઇ હતી અને ગંભીર ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયેલ જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક