• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

જામજોધપુર તા.પં.ના પૂર્વ પ્રમુખના જુગારના અખાડા ઉપર દરોડો

રૂ.7 લાખના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ

જામનગર, તા.21: જામજોધપુરના પરડવા ગામે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા સંચાલિત જુગારના અખાડા ઉપર પોલીસે દરોડો પાડી રૂ.7 લાખના મુદ્દામાલ સાથે પાંચ ઇસમને ઝડપી પાડયા હતા.

જામજોધપુર તાલુકાનાં પરડવા ગામે રહેતા તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખનો પતિ અને માજી પ્રમુખ દેવાભાઈ પાતા તીનપત્તીનો જુગાર રમાડતો હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે દરોડ પાડયો હતો અને જુગાર રમતા પરડવાના મૂળુ કાના જાડેજા, ઉમિયાનગરના હિતેશ મનસુખ જોશી, જામજોધપુરના ગુલમામદ જમાલ રાવકરડા, ભાયાવદર ભાટિયા શેરીના ભાવિનકુમાર મથુરદાસ ઉદેશી, ગાયત્રી મંદિર પાસે રહેતા કાયા ભોજા મુંગાણિયાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 1.90 લાખની રોકડ, ગંજીપતા, 6 મોબાઇલ અને બોલેરો કેમ્પર ગાડી મળી કુલ રૂ.7.08 લાનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે પરડવાનો વાડી માલિક દેવા ભીમા પાતા નાસી છૂટયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક