ડિગ્રી વગર 10 વર્ષથી પ્રેક્ટિસ
કરતો હોવાની આપી કબૂલાત : 60 હજારથી વધુના દવા, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો
પોરબંદર, તા.9 : પોરબંદરના છાયા
ખડા વિસ્તારમાંથી એસઓજીએ ડિગ્રી વગરના બોગસ તબીબને ઝડપી લીધો હતો જ્યારે તેની પાસેથી
રૂ.60 હજારથી વધુની દવા, ઇન્જેક્શન અને મેડિકલ તપાસનાં સાધનો મળી આવ્યાં હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરના
છાયા વિસ્તારમાં એસઓજી પોલીસ પેટ્રાલિંગમાં હતી તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતાસિંહ
કે. ગોહિલને બાતમી મળી હતી કે, છાયા, મારુતિ પાનની સામે રહેતા નિલેષ નાથાભાઈ રાઠોડ
(ઉં.વ.53) કોઈપણ જાતની લાયકા વગર ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી દવાઓ આપે છે. જેથી
પોલીસે તેની તપાસ કરતાં તે માત્ર 10 પાસ હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી અને છેલ્લાં
10 વર્ષથી દવાખાનું ચલાવતો હોવાની કબૂલાત આપી હતી જ્યારે તપાસ દરમિયાન તેના કબજામાંથી
દવાઓ, ઇન્જેક્શન વગેરે મળી આવતા કુલ રૂ.60,668નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી
કરી હતી.
આ કાર્યવાહીમાં પીઆઇ કે. એમ.
પ્રિયદર્શી, પીએસઆઇ આર. પી. ચુડાસમા તથા પી. ડી. જાદવ, એ.એસ.આઇ મહેબૂબ ખાન બેલીમ, દીપક
ડાકી, રવીન્દ્ર ચાઉં, હેડ કોન્સ્ટેબલ ભરતાસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.