• બુધવાર, 12 માર્ચ, 2025

ગુજરાત યુનિ.માં એનીમેશન કૌભાંડ: રૂ. 3 કરોડ ખોટી રીતે ચૂકવાયા યુનિવર્સિટીના ખાતાકીય તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

અમદાવાદ, તા. 13: ગુજરાત યુનિવર્સિટીના સૌથી વધુ વિવાદીત અને ચકચારી એવા એનિમેશન કૌભાંડમાં પૂર્વ કોઓર્ડિનેટર કમલજિત લખતરિયા સામે હાલ ક્રાઈમ બ્રાંચમાં તપાસ ચાલી રહી છે. પરંતુ તેઓ સામેની યુનિવર્સિટીની જ્યુડિશિયલ-ખાતાકીય તપાસમાં થયેલા ખુલાસા અનુસાર એનિમેશન વિભાગમાં 2017-18થી લઈને 2021-22 સુધીના 5 વર્ષમાં વિવિધ સેલ્ફ ફાઈનાન્સ કોર્સીસ-પ્રોગ્રામમાં કુલ ફી આવક 24.25 કરોડ રૂપિયાથી વધુની થઈ હતી. જેમાંથી કોર્સીસ ચલાવતા નોલેજ પાટનર્સને-એજન્સીઓને 17.65 કરોડ રૂપિયાથી વધુની રકમ ચુકવાઈ હતી. તપાસ મુજબ નોલેજ પાટનર્સને 3 કરોડ રૂપિયાથી વધુની રકમ વધારે એટલે કે ખોટી રીતે ચૂકવાઈ હતી.

એનિમેશન વિભાગ-નોલેજ પાર્ટનરો વચ્ચેના એમઓયુ મુજબ 2017-18થી 2020-21 સુધી કુલ આવકમાંથી યુનિવર્સિટીને 40 ટકા અને નોલેજ પાર્ટનરોને 60 ટકા રકમ તથા 2021-22થી 30.70 ટકાની રકમ આપવાનું નક્કી કરાયુ હતું. આ દરમિયાન જુલાઈ 2023માં નવા કુલપતિ નિમાયા બાદ તેઓને એનિમેશન વિભાગમાં ગેરરીતિઓની આશંકા જતા 8-8-2023ના રોજ કમલજિત લખતરિયાને કુલપતિએ કોઓર્ડિનેટરમાંથી મુક્ત કર્યા હતા. આ ઉપરાંત તેઓ પાસેથી વિભાગના તમામ નાણાકીય વ્યવહારોના ડોક્યુમેન્ટ-ચેકબુક સહિતના કાગળીયા માગવામાં આવ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક