ચલાલા,
તા.1ર : ચલાલામાં રહેતા યુવાનની મિત્રના ભાઈઓ વચ્ચેના જમીનના મામલે થયેલા ડખ્ખામાં
વચ્ચે પડતા યુવાન પર બે દિવસ પહેલા મિત્રના ભાઈએ લોખંડના પાઈપથી કરેલા ખૂની હુમલામાં
સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે હત્યારા વિરુધ્ધ ગુનો
નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, મુળ ઉના તાબેના મીતાલી વડાલી ગામના અને હાલમાં વર્ષાથી ચલાલા મીઠાપુર
(ડુંગરી) ગામે હરીધામ સોસાયટીમાં રહેતા અને મજુરી કામ કરતા નિકુંજ જયસુખ મોણપરા નામનો
યુવાન તા.9 ના તેના મિત્ર લાલા હીરપરાને ત્યાં ગયો હતો ત્યારે મિત્ર લાલા અને તેના
ભાઈ ભાવેશ વચ્ચે જમીન વહેચણીની બાબતે માથાકુટ ચાલતી હતી. જેમાં નિકુજ વચ્ચે પડયો હતો
અને બાદમા બન્ને મિત્રો સાવરકુંડલા સંબંધીને ત્યાં જતા રહ્યા હતા. જે બાબત ભાવેશને
ગમી નહોતી.
દરમિયાન
બે દિવસ પહેલા નિકુંજ તેના ઘર પાસે હતો ત્યારે ભાવેશ ધીરુ હીરપરા આવ્યો હતો અને નીકુંજ
મોણપરાને મારી નાખવાની ધમકી આપી લોખંડના પાઈપથી હુમલો કરી નાસી છુટયો હતો અને નીકુંજને
માથામાં ગંભીર ઈજા પહોચી હોય સ્થાનિક હોસ્પિટલ બાદ અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જેનં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. પોલીસે હત્યારા ભાવેશ ધીરુ હીરપરા વિરુધ્ધ
હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. મૃતક નીકુંજની પત્ની હાલમાં રીસામણે હોય આવી નહોતી
અને મૃતક નીકુંજની માસુમ પુત્રીએ પિતાની અંતિમવિધિ કરી અગ્નિદાહ આપ્યો હતો. આ બનાવ
પગલે ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.