ભાવનગર, તા.22: ભાવનગર શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના કેસમાં ફરાર આરોપીને ઝડપી લીધો છે. પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી રબ્બર ફેક્ટરી સર્કલ નજીક ઘોઘા સર્કલ તરફ જતા રોડ પાસેથી વિક્રમભાઇ મથુરભાઇ કંટારિયા (ઉં.વ.48, તરસમીયા, ભાવનગર) ને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.