સુરત
તા. 7: શહેરની પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક મીલ સામેથી પસાર થતી વેળાએ વેપારી
પિતા પુત્રની બાઈક સ્લીપ જતા પાછળથી આવતા ડમ્પર ચાલકે પિતાને અડફેટે લેતા તેમના માથા
ઉપરથી ડમ્પરનુ વ્હીલ ફરી વળતા માથામાં ગંભીર ઈજાથી પિતાનુ મૃત્યુ નીપજ્યુ હતું. બનાવ
અંગે પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રો
પાસેથી મળતી માહિતી મુજબ મુળ બિહાર જમુઈ જિલ્લાના વતની અને હાલ ગોડાદરા વિસ્તારમાં
સાંઈધામ સોસાયટી પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતા વેપારી રોશન રાજુ શાહ પિતા રાજુ શાહ
સાથે બાઈક ઉપર સવાર થઈ પાંડેસરા જીઆઇડીસી ખાતેથી પસાર થઈ રહ્યા હતા. તેમની બાઈક પાંડેસરા
જીઆઇડીસી સુચિત્રા કેમિકલ મીલ બરોડા બેંક સામેથી પસાર થઈ રહી હતી તે વેળાએ બાઈક સ્લીપ
થઈ જતા પિતા પુત્ર બાઈક ઉપરથી રોડ પર ફંગોળાયા હતા ત્યારે પાછળથી ગફલત ભરી રીતે હંકારી
લાવેલા એક ડમ્પર ચાલકે રાજુ શાહના માથા ઉપરથી ડમ્પરનુ વ્હીલ ચડાવી દેતા તેમને ગંભીર
ઈજા
પહોંચી
હતી.
જેથી તાત્કાલિક પુત્ર રોશન 108 મારફતે સારવાર માટે
હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં ગંભીર ઈજાના કારણે રાજુભાઈનુ મૃત્યુ નીપજ્યુ હતુ. બનાવ અંગે
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.