• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

અમદાવાદમાં માતાએ જ કરી સંતાનની હત્યા

રડતા બાળકથી કંટાળીને માતાએ 3 મહિનામાં વ્હાલસોયાને ટાંકીમાં ફેંકી દીધું

અમદાવાદ, તા.8: અમદાવાદમાં મેઘાણીનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક માતાએ જ પોતાના સંતાનની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. ગત પ એપ્રિલના રોજ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે મૃત બાળકના વાલી બાળક ખોવાઈ ગયું હોયે તેવી ફરિયાદ લઈને પહોંચ્યા હતા ત્યારે આ બાબત સાંભળતા જ મેઘાણીનગર પોલીસનસ સર્વેલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને સર્વેલન્સ ટીમ દ્વારા મકાનની આસપાસ અને પાડોશીઓ પાસે માહિતી લેવામાં આવી હતી. બે કલાકની તપાસ બાદ આખરે બાળક પાણીની ટાંકીમાં મૃત હાલતમાં મળી આવ્યું. આ સમગ્ર બાબતમાં પોલીસની નજર આરોપી મહિલા અને તેની સાસુ પર ગઈ હતી.

ત્રણ મહિનાનું બાળક ઘરની પાછળના ભાગે આવેલા અંડર ગ્રાઉન્ડ ટાંકામાં પહોંચ્યુ કેવી રીતે તેની પોલીસ તપાસમાં એવુ સામે આવ્યું હતું કે કરતા જાણવા મળ્યુ હતું કે અગાઉ આરોપી માતા બાળકનો ખ્યાલ હોવાના ત્રણ મહિનાના ગર્ભવતી વખતે તેમણે પેટમાં દુખાવો ઉપડયો હતો, ત્યારબાદ ઘણી વખત શરીરમાં દુખાવો થતી વખતે માતાને એવું લાગતુ કે બળાકના લીધે આ સમગ્ર તકલીફ તેને પડી રહી છે. બાળક રડતું કચકચાટ કરતું ત્યારે પણ માતા તેનાથી કંટાળી હોય તેવા દૃશ્યો અગાઉ બન્યા હતા. અગાઉ બાળકને પગથિયા પર રાખીને બાળક ખોવાઈ ગયું હોય તેવી બૂમો પાડી હતી, તેનો ઈરાદો બાળકને પગથિયા પરથી નીચે પાડવાનો હતો, પરંતુ તે જ સમયે તેની સાસુ આવી ગઈ અને બાળકને બચાવી લીધો હતો.

આરોપી મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઘટનાના દિવસે બાળકને સવારે 6.30 વાગે બાળક રડતું હતું, તેથી બાળકના દાદીએ બાળકને માતાને શાંત રખાવવા આપ્યું હતું ત્યારે બાળકથી કંટાળેલી માતા દ્વારા બાળકને ટાંકી નજીક લઈ જઈને ટાંકીમાં ફેંકી દેવામાં આવ્યો અને ટાંકીનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. ટાંકીમાં બાળકને ફેંકી દઈને બાળક ખોવાઈ ગયું હોય તેવી બૂમો અને ચીસો પાડવામાં આવી હતી. આખરે પોલીસ દ્વારા માતાને ઝડપી પાડીને હાલમાં પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી છે. નોંધનીય છે કે આ માતા પોતે ભણેલી ગણેલી છે, તેને આગ્રામાં આવેલી બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં બી.એસ.સી. વિષયમાં ટોપ કરેલું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક