• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીનો આપઘાતનો પ્રયાસ

            વરાછા પોલીસે ગેરવર્તન કર્યાનો પરિવારનો આક્ષેપ

સુરત, તા.8 : સુરતના વરાછા વિસ્તારમાં વ્યાજખોર સહિતના ત્રાસથી પતિએ ઝેરી દવા પીતા પત્ની જોઈ જતા તેણીએ પણ દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં પતિની હાલત ગંભીર હોવાનું જ્યારે પત્નીની હાલત સામાન્ય છે.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મૂળ ભાવનગર જિલ્લાના વતની અને હાલ વરાછામાં રહેતા અરાવિંદભાઈએ વ્યાજખોરોના ત્રાસથી દવા પી લીધાની જાણ થતા તેમની પત્ની રીટાબેનએ પણ દવા ગટગટાવી હતી. રીટાબેને પોલીસેને જણાવ્યું હતું કે, નાના વરાછામાં રહેતા વ્યાજખોરના ત્રાસથી આ પગલું ભર્યું હતું. વ્યાજખોરો ધમકી આપતા હતા કે, આડ દિવસમાં વ્યાજ અને રૂપિયા આપી ડે જે નહીં તો તું ખોવાઈ જઈશ. વ્યાજખોરો ધાકધમકી આપતા હોય તેમજ જૂની પ્રોપર્ટીના રૂપિયાની લેતી-દેતી બાબતે આ અંગે પોલીસમાં અરજી પણ કરી હતી. જે અરજી અનુસંધાને પીએસઆઈ દ્વારા ગેરવ્યવહાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.  

આ અંગે દંપતીના પુત્રએ જણાવ્યું હતું કે, પરિવાની જૂની પ્રોપર્ટીને લઈને આ વ્યાજખોરો, મોટા પપ્પા અને તેનો દીકરો પણ માનસિક ત્રાસ આપતા હતા. માત્ર ત્રણ લાખ આપવાના બાકી છે પરંતુ તેમને પ્રોપર્ટી પચાવી પાડવી હોવાથી અમને ત્રાસ આપે છે. વરાછા પોલીસે અમારા નિવેદન લીધા છે. આ મામલે અમને ન્યાય મળવો જોઈએ તેવી માગ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક